નાના બાળકો પણ સ્માર્ટફોન પર સમય પસાર કરે છે. ફોનની મદદથી બાળકો પોતાનો ઓનલાઈન ક્લાસ કરી શકે છે. પરંતુ ફોન પર બાળકો એવી વસ્તુ એક્સેસ કર…મોટા ભાગના ફોન માતા-પિતાને કંટ્રોલનો ઓપ્શન આપે છે. આ ફીચર માતા-પિતા માટે ખુબ કામનું સાબિત થઈ શકે છે. આ ફીચરને ઓન કરવાથી તમે તે નક્કી કરી શકો કે બાળકો સ્માર્ટફોન પર કઈ એપનો ઉપયોગ કરી શકે છે, કઈ વેબસાઇટ જોઈ શકે છે અને કઈ વસ્તુ તેના માટે નથી.
કન્ટેન્ટ ફિલ્ટર ફીચર ખોટી વેબસાઇટ, એડલ્ટ કન્ટેન્ટ અને બીજી ખરાબ વસ્તુ રોકે છે. તેનાથી બાળકો ભૂલમાં પણ આવી વસ્તુ જોઈ શકશે નહીં. આ ફીચર પ્રોટેક્શનની એક્સ્ટ્રા લેયર પ્રદાન કરે છે.
સેફ સર્ચ ઓપ્શન વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિનમાં હોય છે. આ ફીચર વેબ બ્રાઉઝિંગ કરવા સમયે કામ આવે છે. તેને ચાલૂ કરવાથી બાળક જ્યારે કંઈ સર્ચ કરશે, તો તેને ઉંમર પ્રમાણે વસ્તુ દેખાશે. માતા-પિતા બાળકને ફોન આપતા પહેલા આ ફીચર જરૂર ઇનેબલ કરી દે.
કેટલીક એપ્સ લોકેશન, કોન્ટેક્ટ અને ફોટો જેવી વસ્તુ જોવા મંજૂરી માંગે છે. તમે આ પરમિશન્સ ચેક કરો અને માત્ર જરૂરી પરમિશન આપો. તેનાથી બાળકની જાણકારી સુરક્ષિત રહેશે. વાલીઓ આ ફીચર બાળકને ફોન આપતા પહેલા ઓન કરી શકે છે.
આ ફીચરની મદદથી તમે તે સેટ કરી શકો છો કે બાળક એક દિવસમાં કેટલી કલાક ફોનનો ઉપયોગ કરી શકે છે. તેનાથી બાળકને ફોન પર વધુ સમય પસાર કરવાની ટેવ પડશે નહીં અને તેની આંખોને પણ આરામ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.