આજથી આંચકાનો પવન ફૂંકાશે, જાણો માર્ચમાં કેવા કેવા બદલાવ આવવાની છે આગાહી

Gujarat weather report: હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોઇએ. હવામાન નિષ્ણાતોના મતે માર્ચ મહિનામાં ફરીથા વાતાવરણમાં પલટો આવી શકે છે.અમદાવાદ: રાજ્યમાં માવઠા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે સોમવારે ગુજરાતનાં 9 શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચું રહ્યુ છે. જ્યારે સૌથી ઓછું નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ત્યારે હવે ગુજરાતીઓને સવાલ થાય કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? ત્યારે આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોઇએ. હવામાન નિષ્ણાતોના મતે માર્ચ મહિનામાં ફરીથા વાતાવરણમાં પલટો આવી શકે છે.સોમવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી આપતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.3 ડિગ્રી અને ગાંધીનગનરમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે નલિયા 9.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યુ હતુ.આ સાથે તેમણે જણાવ્યુ કે, દરિયાઇ વિસ્તારોમાં ઉત્તરથી પવનો ફૂંકાશે. આ સાથે તેની સ્પીડ 15થી 20 પ્રતિકલાક રહેવાની સંભાવના છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, ગયા વર્ષે ઉનાળામાં ઘણા માવઠા પડ્યા અને ખાસ ગરમી પડી નહોતી. જોકે, આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની સંભાવનાઓ છે. ગયા વર્ષની સરખામણીએ તાપમાન ઊંચું જશે. ઉનાળું સામાન્ય નજીક જોવા મળશે. હજુ પણ માર્ચ મહિના દરમિયાન એકાદ માવઠું થાય તેવી સંભાવનાઓ છે.

સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, હજુ પણ ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી શક્યતાઓ છે. હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તે દક્ષિણ તરફ પણ ગતિ કરી શકે છે. કેમ કે, હવે ઉત્તર પૂર્વના પવનો બદલાય અને ઉત્તર પશ્ચિમના પવનો થઇ રહ્યા છે. જો આ પવનની દિશા હોય અને જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય ત્યારે દક્ષિણ તરફ ગતિ કરવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તેથી જો આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો આપણા માટે ખતરા રૂપ ગણાશે. તે ખતરના ભાગરૂપે ગુજરાતમાં કદાચ માવઠું થઇ શકે છે. ક્યારે માવઠું આવશે અને કયા વિસ્તારોને અસર કરશે તે આવનારા દિવસોમાં જ કહી શકાશે. પરંતુ તે ચોક્કસ છે કે હજુ માર્ચમાં એક માવઠું થાય તેવી શક્યતાઓ છે.

સાથે તેમણે જણાવ્યું કે, આપણે માવઠું જોયું, હવે હવામાનમાં ઝડપથી બદલાવ આવશે. હવે રોજ તાપમાન એક ડિગ્રી ઉપર આવશે. શિયાળો પૂર્ણ થઇ ચૂક્યો છે અને ધીમે-ધીમે આપણે ઉનાળા તરફ જઇ રહ્યા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ હતુ કે, માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સ આવશે. વરુણ મંડળના નક્ષત્રમાં યોગ થાય છે. એટલે આ યોગ લાંબા સમય સુધી રહેવાની શક્યતા રહે. ઉત્તરના ભાગોમાં તેની અસર થતી હોવાથી બર્ફીલા ભાગો પર વિશેષ અસર રહે. જેના કારણે હમણા તો વિવિધ ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે.આ સાથે તેમણે જણાવ્યુ કે, હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચ માર્ચે આવશે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે આવશે. ત્રીજું વેસ્ટન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચે આવશે. 5 માર્ચે પવનની ગતિ વધુ રહેશે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે અને આંચકાનો પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 11થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. જ્યારે એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. એટલે ઉનાળામાં વારંવાર વાતાવરણ પલટો આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.