ડાંગમાં ચિશુમાળ ગામ ની આશ્રમ શાળા માં 260 થી વધુ દીકરા દીકરી ને કપડાં કટલેરી ચંપલ સહિતની વસ્તુઓ વિતરણ કરવામાં આવ્યુ..

માનવીની મૂળભૂત ત્રણ જરૂરીયાત રોટી, કપડા ઔર મકાન, પૈકી વસ્ત્રદાન એ શ્રેષ્ઠ દાન છે.અગાવ જેમને અનેક વાર આદિવાસી આશ્રમ શાળા માં બાળકો ને કપડાં આપ્યા છે તેવા હસુભાઈ બાલાભાઈ શિહોરા, ભાવનાબેન હસુભાઈ શિહોરા, ભરતભાઈ દેવસી રબારી, મનોજભાઈ સુતરીયા, સંજયભાઈ સુતરીયા ના ગ્રુપ દ્વારા ડાંગ માં ચિશુમાળ ગામ ની આશ્રમ શાળા માં 260 થી વધુ દીકરા દીકરી ને કપડાં કટલેરી ચંપલ આપવામાં આવ્યા અને અત્યાર સુંધી માં 4000 થી વધારે દીકરા દીકરી ને કપડાં અર્પણ કર્યા છે…

આ સાથે બીજી સરાહનીય કામ પણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે કે જે આશ્રમ શાળા માં જે દીકરા દીકરી જે કપડાં આપ્યા છે તે સિલાય કામ જે અત્યંતનત ગરીબ વિધવા બહેનો અને અનાથ દીકરીઓ પાસે કરાવવામાં આવ્યું હતું જેથી તેમને પણ રોજગારી મળી રહે..

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.