આખરે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય બાદ તેને બેટ હાથમાં લીધું છે. એમએસ ધોની ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપના સેમીફાઇનલ બાદ ક્રિકેટથી ધૂર રહ્યા હતા. 10 જુલાઇ 2019એ એમએસ ધોનીએ છેલ્લી વખત બેટ પકડ્યું હતું. તે બાદથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.
જોકે, એમએસ ધોનીએ તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શુક્રવાર 15 નવેમ્બર એમએસ ધોનીએ ઝારખંડ રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હેરાન કરનારી વાત એ છે કે વિકેટ કિપર બેટ્મસમેન ધોનીએ આ પહેલા લોન ટેનિશ ટૂર્નામેન્ટમાં હાથ અજમાવ્યો અને એવોર્ડ પણ જીતી લીધો.
જોકે, એમએસ ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં પરત ફરવાનો વીડિયો માહીના ફેન ક્લબથી ટ્વિટર પર શેર કર્યો છે. એમએસ ધોની ફેન ઓફિશિયલ નામના આ ટ્વિટર હેન્ડલ પર થોડીક સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે લાંબા સમય બાદ ધોનીએ તેની પહેલી નેટ સેશન શરૂ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.