Stock market big news: ભારતીય શેરબજારમાં રોકાણ કરતાં લોકો માટે સાત સમંદર પારથી એક સારા સમાચાર આવ્યા છે. હવે વધુ નફો કમાવવા માટે અહીં દાવ લગાવશો તો સીધા બે છક બાર થશે.
મુંબઈઃ શેર માર્કેટમાં રોકાણ (Stock Market Investment) કરતા રોકાણકારો માટે એક ખૂબ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેની સીધી અસર તમારી કમાણી પર થશે. ભારતીય શેરબજારમાં પહેલીવાર એવું કંઈક થઈ રહ્યું છે, જે આજ સુધી ક્યારેય નથી થયું. આ વખતે વિદેશી રોકાણકારો (Foreign Investors in indian share Market) એક એવો રસ્તો બનાવી રહ્યા છે, જે સમગ્ર માર્કેટનો ટ્રેન્ડ બદલી શકે છે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય બજારમાંથી મોટું રીટર્ન મેળવવાની સાથે સ્થિરતા પર હોવાનું જણાય છે. રિટેલ અને નાના રોકાણકારોને પણ આનો ફાયદો થશે.પ્રથમ વખત વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારની મિડ અને સ્મોલ કેપ કંપનીઓ (small cap stocks) પર વધુ દાવ લગાવી રહ્યા છે. અત્યાર સુધી તેમનું ફોકસ ઓછું જોખમ અને સ્થિર વળતર ધરાવતી લાર્જ કેપ કંપનીઓ (Large Cap stocks) પર હતું, પરંતુ હવે વિદેશી રોકાણકારો નાની અને મધ્યમ કંપનીઓ પર વધુ દાવ લગાવી રહ્યા છે. તેનો હેતુ એ છે કે નાની અને મધ્યમ કંપનીઓમાં ગ્રોથ કરવાની વધુ ક્ષમતા છે અને આવી કંપનીઓની સંખ્યા વધારે હોવાથી તેમનો ગ્રોથ સમગ્ર શેરબજારને ગ્રોથ તરફ દોરી જશે.છેલ્લા એક વર્ષથી દેખાય છે સંકેતો: બ્લૂમબર્ગ એનાલિસિસ રિપોર્ટ અનુસાર, એક વર્ષમાં વિદેશી રોકાણકારો દ્વારા 10 ટકાથી વધુ હિસ્સો ધરાવતી કંપનીઓની સંખ્યા 257થી વધીને 275 થઈ ગઈ છે. આમાં મોટાભાગનો વધારો નાની અને મધ્યમ કંપનીઓમાં કરવામાં આવ્યો છે. વિદેશી રોકાણકારો વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાવાળા શેરબજારમાં નવી શક્યતાઓ શોધી રહ્યા છે, જેનાથી તેમના નાણાં ઝડપથી વધી શકે.નાની કંપનીઓએ કર્યા માલામાલ: છેલ્લા એક વર્ષના રિટર્નના આંકડાઓ જોઈને તમે પણ સમજી શકશો કે વિદેશી રોકાણકારોની સ્ટ્રેટેજીમાં આ ફેરફાર શા માટે થઈ રહ્યો છે. હકીકતમાં, મિડ અને સ્મોલ કેપ શેરોએ છેલ્લા એક વર્ષમાં 60 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે તે જ સમયગાળા દરમિયાન S&P BSE સેન્સેક્સે તેના રોકાણકારોને 23 ટકા રિટર્ન આપ્યું છે.યોગ્ય કંપની પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું? – વિદેશી રોકાણકારોએ નાની અને મધ્યમ કંપનીઓને પસંદ કરવા માટે કેટલાક માપદંડો બનાવ્યા છે. જેમાં ફંડામેન્ટલ્સ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં આ કંપનીઓની કમાણીમાં લગભગ 29 ટકાનો વધારો થયો છે, તે સ્પષ્ટ છે કે તેમની પાસે વૃદ્ધિની ઘણી સંભાવના છે. માર્કેટ એનાલિસ્ટ્સ કહે છે કે, જો તમે ભારતમાં બેસ્ટ EV કંપની અથવા ન્યૂ એજ ટેક્નોલોજી કંપની શોધી રહ્યા છો, તો તમને તે લાર્જ કેપ કંપનીઓમાં નહીં મળે, પરંતુ તમારે નાની અને મધ્યમ કંપનીઓ તરફ વળવું પડશે.સારું વળતર આપતી કંપનીઓને ઓળખવા માટે વિદેશી રોકાણકારો સારી લિક્વિડિટી અને કંપનીની તાજેતરની કામગીરીને વધુ મહત્વ આપે છે. ICICI સિક્યોરિટીઝ અનુસાર, છેલ્લા એક વર્ષમાં મિડ-કેપ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 14 ટકાથી વધીને 17 ટકા થયો છે. તે જ સમયે નાની કંપનીઓમાં તે 8 ટકાથી વધીને 9 ટકા થઈ ગયો છે. આ રીતે જો આપણે કુલ રોકાણની વાત કરીએ તો લાર્જકેપને બદલે સ્મોલ અને મિડ કેપ્સમાં વધુ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.