Gujarat Weather forecast: તાપમાન અંગેની આગાહી કરતા રામાશ્રય યાદવે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ લધુત્તમ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
અમદાવાદ: રાજ્યમાં માવઠા (Gujarat weather) બાદ ધીરે ધીરે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારો અનુભવાય છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે.
ગુજરાતમાં 9મી માર્ચથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઊંચો જઇ શકે છે. જેથી ગુજરાતીઓને બે દિવસ બાદ આકરી ગરમી માટે તૈયાર રહેવાની જરૂર છે.બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઉનાળું પાક અળદ, તલ, બાજરી, મગફળીનું મોડામાં મોડું 10થી 12 માર્ચ સુધીમાં વાવેતર કરી દેવાની સલાહ ખેડુતોને આપી છે. આ સાથે તેમણે કમોસમી વરસાદ અંગે જણાવ્યુ છે કે, માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને આજથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. એટલે કે હવે આપણે ધીમે-ધીમે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ. આમ ઠંડીના માહોલથી છૂટકારો મળશે. માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.