અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઇવેન્ટ ગુજરાતના જામનગરમાં થઈ હતી, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં વૈશ્વિક પોપ સિંગર રીહાન્નાના પરફોર્મન્સે ધૂમ મચાવી દીધી હતી. ત્યારે દરેક ભારતીયના મનમાં એ સવાલ હતો કે રિહાના અનંતના પ્રી-વેડિંગમાં બોલાવવાનું કારણ શું
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈ 2024ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અગાઉ, 1 માર્ચથી 3 માર્ચ સુધી, અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઇવેન્ટ ગુજરાતના જામનગરમાં થઈ હતી, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં વૈશ્વિક પોપ સિંગર રીહાન્નાના પરફોર્મન્સે ધૂમ મચાવી દીધી હતી. ત્યારે દરેક ભારતીયના મનમાં એ સવાલ હતો કે રિહાના અનંતના પ્રી-વેડિંગમાં બોલાવવાનું કારણ શું હતુ? કોઈ કહે છે તગડી ફી માટે રિહાનાએ પરફોર્મ કર્યું તો કોઈ બીજો તર્ક લગાવે છે પણ રિહાનાનું પ્રી-વેડિંગમાં આવવાનું સાંચુ કારણ મળી ગયુ છે.
રિહાનાના નામને હવે કોઈ ઓળખની જરૂર નથી.અનંત-રાધિકા પ્રી-વેડિંગ ઈવેન્ટમાં પરફોર્મ માટે રિહાનાને અંબાણીએ લગભગ 74 કરોડ રૂપિયા આપ્યા છે. રિહાના વિશ્વની સૌથી મોંઘી પોપ ગાયિકાઓમાંની એક છે અને તેની કુલ સંપત્તિ અંદાજે 1.4 બિલિયન ડોલર છે. હવે મુકેશ અંબાણીના ફેમિલી ફંક્શનમાં રિહાનાની એન્ટ્રીનું કારણ સામે આવ્યું છે. મોટાભાગના લોકો એવું વિચારતા હશે કે તેણે ભારતમાં આ પરફોર્મન્સ કરોડો રૂપિયાની આટલી મોટી ફી માટે જ આપ્યું છે. પરંતુ માત્ર ફી જ નહીં પરંતુ અંબાણી સાથે રિહાનાનું બિઝનેસ કનેક્શન પણ તેની પાછળનું કારણ સામે આવ્યુ છે. જે પણ રિહાનાનું અંબાણીની ઈવેન્ટમાં આવવાનું કારણ હોઈ શકે છે.
ખરેખર, અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ, જે ભારતની સૌથી મોટી રિટેલ સેલર છે, તે પણ રિહાના સાથે જોડાયેલી છે. એટલે કે પોપ સ્ટાર રીહાનાની નેટવર્થનો મોટો હિસ્સો તેની કંપની “ફેન્ટી બ્યુટીની” આવકમાંથી થાય છે, આ એ જ કંપની છે રિલાયન્સના આધારે ભારતમાં પોતાનો બિઝનેસ કરી રહી છે અને તે કંપની રિહાનાની ખુદની છે.
રીહાન્ના ફેન્ટી બ્યુટી કોસ્મેટિક ઉત્પાદન કરતી કંપનીની માલકિન છે અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ, ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMH સાથે સહયોગમાં બિઝનેસ કરે છે. રીહાનાની ફેન્ટી બ્યુટી લાઇનમાં 91 કોસ્મેટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે, ફેન્ટી બ્યુટી પ્રોડક્ટ્સ હાલમાં સમગ્ર યુ.એસ., કેનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન, થાઈલેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર તેમજ ભારતમાં પણ તેના “સેફોરા સ્ટોર્સ” ઉપલબ્ધ છે અને ભારતમાં સેફોરા સ્ટોર્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે.
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે ગયા વર્ષે નવેમ્બર 2023માં તેના રિટેલ બિઝનેસનું વિસ્તરણ કરતી વખતે અરવિંદ ફેશન નામની અન્ય એક ગુજરાત સ્થિત ફેશન કંપનીનો સમાવેશ કર્યો હતો. રિલાયન્સે અરવિંદ ફેશનની બ્યુટી બ્રાન્ડ ડિવિઝન ખરીદી હતી. ખાસ વાત એ છે કે હવે રિલાયન્સ દ્વારા સંચાલિત અરવિંદ ફેશનના બ્યુટી બ્રાન્ડ વિભાગમાં સેફોરા સ્ટોર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અધિગ્રહણ હેઠળ, રિલાયન્સે અરવિંદ ફેશન પાસેથી ભારતમાં 26 સેફોરા સ્ટોર્સ હસ્તગત કર્યા હતા, જેમાં રિહાન્નાની કંપનીના ઉત્પાદનો વેચાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.