Mahashivratri 2024 Subh muhurt and puja vidhi: માહ માસની શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં આ પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ શિવજી પૂજાના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.
દરેક શિવ ભક્ત માટે મહાશિવરાત્રીનો પાવન તહેવાર ખૂબ જ મહત્વનો છે. આજનો દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરવા માટે સૌથી મોટો દિવસ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ જ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઘણા લોકો ઉપવાસ રાખે છે. ફાગણ મહીનાના કુષ્ણ પક્ષની ચૌદશના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.
ભક્તિ અને નિષ્ઠા સાથે વ્રત કરવાથી મહાદેવ તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. મહાશિવરાત્રીનો દિવસ દરેક શુભ અને માંગલિક કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર વધુ ખાસ છે. કારણ કે મહાશિવરાત્રીના દિવસે એક ખૂબ જ દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે.
મહાશિવરાત્રીના દિવસે ખાસ સંયોગ
હિંદૂ પંચાગ અનુસાર, આ વખતે મહાશિવરાત્રી 8 માર્ચના રોજ એટલે આજે ઉજવવામાં આવી રહી છે. સાથે જ આ દિવસે શુક્ર પ્રદોષ વ્રત પણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રત રાખવાથી ભગવાન શિવ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભક્તોને ખુશ રાખે છે. આ દિવસે જ મહાશિવરાત્રી પણ હોવાથી ભક્તોને શુભ સંયોગનો ખાસ લાભ મળશે.
મહાશિવરાત્રિની શરૂઆત 8 માર્ચે રાત્રે 9.57 કલાકે થશે અને સાંજે 6.17 કલાકે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, મહાશિવરાત્રિ 8 માર્ચે મનાવવામાં આવશે અને પૂજન નિશિતા કાળમાં કરવામાં આવે છે.
નિશિતા કાળ: 8 માર્ચ, રાત્રે 12.05 કલાકથી લઇને 9 માર્ચ રાત્રે 12.56 કલાક સુધી
પ્રથમ પહોર પૂજા સમય: 8 માર્ચ સાંજે 6.25 કલાકથી રાત્રે 9.28 કલાક સુધી.
બીજા પહોરનો પૂજા સમય: 8 માર્ચ રાત્રે 9.28 મિનિટથી 9 માર્ચ રાત્રે 12.31 મિનિટ સુધી
ત્રીજા પહોરનો પૂજા સમય: રાત્રે 12.31 કલાકથી સવારે 3.34 કલાક સુધી
ચોથા પહોરનો પૂજા સમય: સવારે 3.34 કલાકથી સવારે 6.37 કલાક સુધી
મહાશિવરાત્રી પૂજા વિધિ
ભગવાન શિવને પંચામૃત દ્વારા સ્નાન કરાવો. ત્યાર બાદ 8 લોટા કેસર જળ ચઢાવો. તે દિવસે આખી રાત દિવો પ્રગટાવો. ચંદનનું તિલક લગાવો. બિલીપત્ર, ભાંગ, ધતૂરો, શેરડીનો રસ, તુલસી, જાયફળ, કમળકાકડી, ફળ, મીઠાઇ, મીઠું પાન, અંતર અને દક્ષિણા ચઢાવો. સૌથી છેલ્લે કેસરવાળી ખીરનો ભોગ લગાવો અને પ્રસાદ વહેંચો. ॐ नमो भगवते रूद्राय, ॐ नमः शिवाय रूद्राय् शम्भवाय् भवानीपतये नमो नमः મંત્રોનો જાપ કરો. આ દિવસે શિવ પુરાણનો પાઠ જરૂર કરવો જોઇએ. મહાશિવરાત્રીના દિવસે રાત્રિ જાગરણ પણ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.