સુરત (surat)અશ્વની કુમાર રેલવે મુરડા ગેટ ગરનાળા પાસે આવેલા રેલવેના વર્ક શોપના દરવાજા પાસેની આ દીવાલ પર મહિલાઓ જીવ ના જોખમે ચઢી રેલવે લાઇન ઉપર જતી હોય છેસુરતઃ રેલવે સ્ટેશન (Railway station) પર મહિલાઓ જીવના જોખમે દીવાલ ચડી જાય છે. આમા મહિલાઓ જીવના જોખમે રેલવે વર્ક શોપની 14 ફૂટ ઉંચી દીવાલ ચઢી રેલવે સ્ટેશન પર જતાં હોવાનું વિડીયો (video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થતા તંત્ર દોડતું નથી.
આપ સૌએ ખતરો કે ખેલાડી ફિલ્મ (film) અને રીયાલીટી શો (Reality shows)તો જોયો જ હશે. જેમાં લોકો પોતાના જીવના જોખમે તમામ ટાસ્ક પુરા કરતા હોય છે. પરંતુ આવું જ કઈક દ્રશ્ય જાહેર જીવનમાં અને એ પણ સુરત શહેરમાં જોવા મળ્યું છે. સુરત (surat)અશ્વની કુમાર રેલવે મુરડા ગેટ ગરનાળા પાસે આવેલા રેલવેના વર્ક શોપના દરવાજા પાસેની આ દીવાલ પર મહિલાઓ જીવ ના જોખમે ચઢી રેલવે લાઇન ઉપર જતી હોય છે.
લગભગ આ તમામ મહિલાઓ આજુબાજુની મિલોમાં કામ કરતી મહિલાઓ હોવાનું જાણવા મળ્યું છે. લોકોનો આક્ષેપ છે કે આ રીતે વર્ષોથી લોકો અવર જવર કરતા દેખાયા છે. જે અંગે રેલવેના DMRને વારંવાર રજુઆત કરાઈ છે જોકે આ બાબતે રેલવેના કોઈ પણ અધિકારીઓ સાંભળવા તૈયાર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.