હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે અમદાવાદમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે.
ગુજરાતમાં પહેલા પર્યટકો ફરકતા ન હતા, તે ગુજરાતમાં હવે પર્યટકોનો જમાવડો થઈ રહ્યો છે. ખાસ અમદાવાદમાં એવી અનેક સાઈટનો નિર્માણ થયું છે જે દૂર દૂરથી પ્રવાસીઓને ખેંચી લાવે છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી બાદ વધુ એક આકર્ષણ આવવા જઈ રહ્યું છે. ત્યારે કયું છે આ નવું નજરાણું? કેમ તે છે સૌથી ખાસ?
- અમદાવાદમાં મળશે લંડન જેવી મજા
-
- ગુજરાતમાં એક મોટી કંપનીની થઈ એન્ટ્રી
- રિવરફ્રન્ટ પર હવે લાગી જશે ચાર ચાંદ
- દેશભરના પર્યટકોનું જે બનશે આકર્ષણનું કેન્દ્ર
હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે અમદાવાદમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નઝરાણું બનવાનું છે. જે તૈયાર થયા બાદ શહેરની શોભામાં ચાર ચાંદ લાગી જશે. જે ગુજરાતીઓ મોજ મસ્તી અને આનંદ કરવા અમદાવાદ છોડીને બહાર જાય છે તેમને બહાર જવાની હવે જરૂર નહીં પડે. અમદાવાદનો રિવરફ્રન્ટ પર અનેક નજરાણાને કારણે ફરવા માટેનું હોટસ્પોર્ટ બની ગયો છે.
હાલ શહેરમાં સાબમરતી નદીના કાંઠે રિવરક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના અવનવા આકર્ષણો છે. જેમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થશે. અટલ બ્રિજના છેડે 46 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટએન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે. આ માટે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એન્ટરટેઈનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઈ સહિતનાં અનેક આકર્ષણો હશે. જે તૈયાર થયા બાદ અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી ઉઠશે.
-
કેવું હશે આ નવું નજરાણું?
- 46 હજાર સ્કવેર મીટરમાં વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનશે
- ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
- સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફિ થિયેટર, લંડન આઈ સહિતનાં આકર્ષણો હશે
અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર, મેક્સિકોની કિડ્ઝાનિયા અને ફિનલેન્ડની સુપરપાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સાથે મળી ઈમેજિકા આ એન્ટરટેઈનમેન્ટ હબ તૈયાર કરશે. જેના કારણે વિશ્વની અનેક ટેક્નોલોજીનું અમદાવાદમાં આગમન થશે. અમદાવાદનું આ અનોખું નજરાણું દોઢથી બે વર્ષમાં પૂર્ણ થાય તેવું અનુમાન છે. શહેરને એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવા માટે 30 વર્ષ માટે જમીન લીઝ પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યારે તૈયાર થશે નવું નજરાણું?
-
- દોઢથી બે વર્ષમાં પૂર્ણ થાય તેવું અનુમાન
- 30 વર્ષ માટે જમીન લીઝ પર આપવાનો નિર્ણય લેવાયો
ઈમેજિકાના આગમનથી રિવરફ્રન્ટ પર બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત તમામ લોકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની મનોરંજન સુવિધા આવશે. એન્ટરટેઈનમેન્ટ હબમાં ઈન્ડોર અને આઉટડોર રાઈડ્સ અને આકર્ષણો હશે. એન્ટરટેઈનમેન્ટ હબમાં લંડન આઈની જેમ ફેરી વ્હીલ પણ હશે જેની ટોચથી આખા શહેરને જોઈ શકાશે. તો રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની પાસે કેવડિયાયું જેવું નેચર પાર્ક તેમજ દુબઈના મ્યુઝિકલ ફાઉન્ટેશન જેવો જ ફુવારો પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ઈમેજિકા કંપનીએ કોર્પોરેશનને 47 લાખ જેટલું ભાડુ ચુકવવું પડશે. આ ભાડામાં દર ત્રણ વર્ષે 10-10 ટકાનો વધારો કરવામાં આવશે. સાથે જ ઈમેજિકા વર્લ્ડને કુલ આવકનો 12.25 ટકા હિસ્સો રિવરફ્રન્ટ કંપની સાથે શેર કરવાનો રહેશે.
શું લેવાયો નિર્ણય?
-
- ઈમેજિકા કંપનીએ કોર્પોરેશનને 47 લાખ જેટલું ભાડુ ચુકવવું પડશે
- ભાડામાં દર ત્રણ વર્ષે 10-10 ટકાનો વધારો કરવામાં આવશે
- ઈમેજિકાએ આવકનો 12.25 ટકા હિસ્સો રિવરફ્રન્ટ કંપનીને આપવો પડશે
.અમદાવાદમાં દિવસેને દિવસે પર્યટનના સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. એક બાદ એક નવા નવા આકર્ષણો અમદાવાદમાં આવી રહ્યા છે. આજે શહેરનો રિવરફ્રન્ટ અમદાવાદ કે ગુજરાત પુરતો જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જો ઈમેજિકા કંપનીએ ભરેલું ટેન્ડર કોર્પોરેશને મંજૂર કર્યું તો અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી જશે. અને ગુજરાતીઓ વિદેશમાં હોય તેવી મનોરંજનની સુવિધાઓનો આનંદ અમદાવાદમાં જ માણી શકશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.