Top Universities Of World: વિશ્વની ટોપ પાંચ યુનિવર્સિટી કઈ છે. તે કયાં પેરામીટર છે જેના આધાર પર કોઈ યુનિવર્સિટીને રેટિંગ આપવામાં આવે છે. આવો આ સવાલના જવાબ જાણીએ..
નવી દિલ્હીઃ Top 5 Universities In The World: જ્યારે વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તો તેના મનમાં સવાલ જરૂર આવે છે કે અભ્યાસ માટે બેસ્ટ જગ્યા કઈ છે. કઈ યુનિવર્સિટીને સારી માનવામાં આવે છે અને તેની પાછળ કયું કારણ છે. દર વર્ષે ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ અને વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, બેસ્ટ યુનિવર્સિટીનું લિસ્ટ જાહેર કરે છે. કેટલીક વિશ્વવિદ્યાલય દર વર્ષે આ લિસ્ટમાં જગ્યા બનાવે છે. તેનું સિલેક્શન કઈ રીતે થાય છે અને ટોપ પાંચ પર કઈ-કઈ યુનિવર્સિટી છે આવો જાણીએ..
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી- આ યુનિવર્સિટી લિસ્ટમાં પ્રથમ સ્થાને આવે છે. આ કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં છે. તેની સ્થાપના 1861માં થઈ હતી. તે રિસર્ચ પ્રોગ્રામ માટે જાણીતી છે. અહીં એક્સપટેન્સ રેટ ખુબ ઓછો છે 7.3 ટકા. અહીં એડમિશન મેળવવું મુશ્કેલ છે.
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ
આ સૌથી જૂની યુનિવર્સિટીમાંથી એક છે, જેનું ઓરિઝન 1209નું છે. આ દુનિયાની ચોથી સૌથી જૂની યુનિવર્સિટી છે, જે યુકેમાં છે. અહીં એડમિશન મેળવવું મુશ્કેલ છે.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
આ એક ખાનગી રિસર્ચ યુનિવર્સિટી છે, જે 1891માં બની હતી. તે નોર્થ કેલીફોર્નિયાના સિલિકોન વેલીમાં આવેલી છે. અહીંનો ફેકલ્ટી સ્ટૂડન્ટ રેશિયો બેસ્ટ છે. અહીં એડમિશન મળી ગયું તો કરિયરમાં ખુબ પ્રગતિ થાય છે.
યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ
આ યુનિવર્સિટી ઓક્સફોર્ડ, ઈંગ્લેન્ડમાં છે. વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીમાં તેનું નામ પણ આવે છે. તે રિસર્ચ માટે જાણીતી છે અને અહીં પ્રવેશ મેળવી તમે વિશ્વના સૌથી હોશિંયાર લોકો સાથે અભ્યાસ કરી શકો છો.
હાવર્ડ યુનિવર્સિટી
આ પણ વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંથી એક છે. તે યુએસએમાં છે અને 1636માં બની હતી. અહીં વિશ્વભરમાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ પહોંચે છે. લો મેકર, મેથ્સ સુધીના વિષયો પર અહીં શાનદાર અભ્યાસ થાય છે.
થઈ ગઈ પસંદગી તો થશે મોટી કમાણી
આ બધી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું સરળ નથી પરંતુ જો એકવાર પ્રવેશ મળી ગયો તો કરિયર સેટ સમજો. અહીંના વિદ્યાર્થીઓની વિશ્વમાં ખુબ ડિમાન્ડ રહે છે. આ સાથે મોટો પગાર પણ મળે છે.
આ યુનિવર્સિટીઓની પસંદગી અનેક આધારો પર કરવામાં આવે છે જેમ કે શૈક્ષણિક, શિક્ષણ કાર્ય, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, સંશોધનની તકો, વૈશ્વિક પ્રતિષ્ઠા વગેરે. અનેક પાસાઓની તપાસ કર્યા બાદ જ તેમને વર્લ્ડ રેન્કિંગ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.