કાનમાં જામેલો ગંદો મેલ એક ઝાટકે આપમેળે જ બહાર આવી જશે, ખાલી આ તેલના બે ટીપાં કાનમાં નાંખી દો

કાનમાં જમા મેલને અવગણવો તમારા કાન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ પીળી ગંદકી તમને બહેરા બનાવી શકે છે. તેને કાઢવા માટે અમે કેટલીક સરળ રીતો જણાવી છે.

કાનમાં મેલ જમા થવો અથવા ઇયરવેક્સ (Earwax) એક સામાન્ય સમસ્યા છે. તે ડેડ સેલ્સ, વાળ, ધૂળ, ગંદકીથી બનેલું એક મીણ જેવું મિશ્રણ હોય છે. થોડુ ઘણું ઇયરવેક્સ હોવાથી ઇયર કેનાલને સુરક્ષા મળે છે પરંતુ તેની વધુ માત્રા કાનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

કાનમાં મેલ જામવાના નુકસાન: કાનમાં મેલ જમા થવાથી કાનમાં દુખાવો, બહેરા, ટિનિટસ એટલે કે કાનમાં સતત અવાજ આવવો અથવા કાનમાં કે તેની આસપાસ ખંજવાળ આવવી કે કાનમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થાય છે.

કાનનો મેલ ક્યારે કાઢવો જોઇએ: ડોક્ટર જ કાનની તપાસ કરીને જણાવી શકે છે કે કાનમાં મેલ જામ્યો છે કે નહીં. કાનનો મેલ ત્યારે જ કાઢો જ્યારે તેની જરૂર હોય. જ્યારે તેના કારણે સાંભળવામાં સમસ્યા આવતી હોય.

કાનનો મેલ આ રીતે કાઢો: જો તમને લાગે કે તમારા કાનમાં મેલ જમા થઇ ગયો છે, તો કોટન સ્વેબથી કાન સાફ કરવાનો પ્રયાસ ન કરો. તેનાથી કાનનો મેલ વધુ અંદર ધકેલાઇ જાય છે. તેનાથી કાનમાં ઇન્ફેક્શન પણ થઇ શકે છે.

ઓલિવ ઓઇલ છે બેસ્ટ ઓપ્શન: બે-ત્રણ અઠવાડિયા સુધી, દરરોજ બેથી ત્રણ વાર ઓલિવ ઓઇલના 2-3 ટીપાં પ્રભાવિત કાનમાં નાંખી દો. આ તેલ જામેલા મેલને નરમ બનાવી દે છે. તેના કારણે છે. જેના કારણે તે આપોઆપ જ બહાર નીકળી આવે છે અને કાનને કોઇ નુકસાન નથી પહોંચતું.

ત્રણ અઠવાડિયામાં મળશે રિઝલ્ટ: જો તમે સતત તેનો ઉપયોગ કરી શકો છો. જો કે સામાન્ય રીતે 3 અઠવાડિયા પૂરતાં છે. એવું જરૂરી નથી કે તમને કાનમાંથી મેલ નીકળતા દેખાય. ઘણીવાર તે આપમેળે જ બહાર નીકળી જાય છે.

ઉપયોગ કરતાં પહેલા તેલને રૂમ ટેમ્પરેચર પર ગરમ કરો. થોડાં ટીપાં પ્રભાવિત કાનમાં નાંખો. તેલ નાંખતાં જ પ્રભાવિત કાનને ઉપર તરફ કરીને સૂઇ જાઓ. 10 મિનિટ સુધી આ જ અવસ્થામાં સૂઇ રહો જેથી તેલ કાનમાં જામેલા મેલમાં સારી રીતે સમાઇ જાય. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.