Lok Sabha Elections 2024: કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. તેમાં વાનાડથી રાહુલ ગાંધી, તિરૂવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બધેલ, મેઘાલયથી વિંસેંટ પાલા અને ત્રિપુરા વેસ્ટથી આશિષ સાહાનું નામ સામે આવ્યું છે.
Congress Candidates List 2024: લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોને પ્રથમ યાદી જાહેર કરી છે. કોગરેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની 7 માર્ચે યોજાયેલી બેઠકમાં ઘણા મોટા નામ નક્કી કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે શુક્રવારે (8 માર્ચે) ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી મોહર લગાવી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને કેરલની વાયનાડ લોકસભા સીટ પરથી મેદાને ઉતાર્યા છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. તેમાં વાનાડથી રાહુલ ગાંધી, તિરૂવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બધેલ, મેઘાલયથી વિંસેંટ પાલા અને ત્રિપુરા વેસ્ટથી આશિષ સાહાનું નામ સામે આવ્યું છે. 39 ઉમેદવારોવાળી કોંગ્રેસની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય કેટેગરીમાંથી છે, જ્યારે 24 ઉમેદવારો પછાત,અ દલિત, આદિવાસી અને અલ્પસંખ્યક સમાજમાંથી છે.
કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદીમાં બીજા કોને મળી જગ્યા?
કોંગ્રેસે પહેલી યાદીમાં છત્તીસગઢથી બીજા ઉમેદવારો ઉતાર્યા છે. તેમાં જાંજગીરથી સિહ્વ ડહરિયા, કોરબાથી જ્યોત્સના મહંત, દુર્ગથી રાજેન્દ્ર સાહૂ, રાયપુરથી વિકાસ ઉપાધ્યાય અને મહાસમુંદથી તામ્રધ્વજ સાહૂને ઉમેદવારો બનાવવામાં આવ્યા છે.
શશિ થરૂર તિરુવનંતપુરમથી લડશે
વેણુગોપાલે જણાવ્યું હતું કે ઉમેદવારોની જીતની સંભાવના અને પક્ષ પ્રત્યેની વફાદારીને ઉમેદવારી માટે સૌથી મોટો માપદંડ બનાવવામાં આવ્યો હતો. આ માપદંડ હેઠળ, કેરળમાં પાર્ટીના તમામ 14 વર્તમાન સાંસદોને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેરળમાં વાયનાડથી રાહુલ ગાંધી સિવાય શશિ થરૂરને તિરુવનંતપુરમથી ટિકિટ આપવામાં આવી છે. કેસી વેણુગોપાલને અલપ્પુઝાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એર્નાકુલમ સીટ પરથી હિબી એડનને ટિકિટ આપવામાં આવી છે.
ભૂપેશ બધેલ લડશે લોકસભાની ચૂંટણી
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને રાજનાંદગાંવથી ટિકિટ આપવામાં આવી છે. તેમની સાથે છત્તીસગઢમાં પાર્ટીના વરિષ્ઠ નેતા તામ્રધ્વજ સાહુને પણ મહાસમુંદ અને જ્યોત્સના મહંતને કોરબાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશને કર્ણાટકની બેંગલુરુ પશ્ચિમ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. લક્ષદ્વીપથી મોહમ્મદ હમદુલ્લા સઈદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
વિંસેંટ પાલાને શિલાંગથી ટિકિટ
અજય માકને જણાવ્યું કે તેલંગાણાની 4 લોકસભા સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. નોર્થ ઈસ્ટમાંથી ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિન્સેન્ટ પાલાને મેઘાલયના શિલોંગથી ટિકિટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નાગાલેન્ડના એસએસ જમીર, સિક્કિમથી ગોપાલ છેત્રી અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ કુમાર સાહાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
બાકીની બેઠકો અંગે વિચારણા કરવા ટૂંક સમયમાં યોજાશે બીજી બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે દિલ્હી, યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ઘણી સીટો પર નામો જાહેર થવાની સંભાવના હતી. પરંતુ આ રાજ્યોમાં દરેક સીટ માટે ઘણા દાવેદારો હોવાને કારણે આ રાજ્યોની જાહેરાત હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે 2-3 દિવસમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિ તેની બીજી બેઠક કરશે અને આ બેઠકો પરના ઉમેદવારો અંગે નિર્ણય લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.