ઇંગ્લેન્ડ સામે ભારતની મોટી જીત, અશ્વિનની ઘાતક બોલિંગે અંગ્રેજી ટીમના છોતરા કાઢી નાખ્યા, જુઓ સ્કોર

Indian players celebrate after defeating Australia by three wickets on the final day of the fourth cricket test at the Gabba, Brisbane, Australia, Tuesday, Jan. 19, 2021.India won the four test series 2-1. (AP Photo/Tertius Pickard)

ધર્મશાલામાં રમાઈ રહેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઘાતક બોલિંગ કરીને ઈંગ્લેન્ડ સામે મોટી જીત નોંધાવી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ અને બીજો દાવ મળીને ઈંગ્લેન્ડની ટીમ માત્ર 413 રન જ બનાવી શકી હતી. જોકે, કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની સદીની ઇનિંગ્સના કારણે ભારતે પ્રથમ દાવમાં 477 રન બનાવ્યા હતા.

ભારતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. ધર્મશાલામાં રમાઈ રહેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઘાતક બોલિંગના આધારે મોટી ઈનિંગમાં જીત નોંધાવી હતી. જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આખી ટીમ પ્રથમ દાવમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની સદીની ઇનિંગ્સના કારણે ભારતે 477 રન બનાવ્યા અને વિરોધી ટીમને 259 રનની લીડ આપી હતી. જોકે, ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 195 રન જ બનાવી શકી હતી. એન્ડરસન આ મેચમાં 700 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ઝડપી બોલર બન્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.