દરેક વ્યક્તિને જમવામાં ચટાકેદાર ભોજન જ ભાવે છે. અને ભોજનને ચટાકેદાર બનાવવા માટે દાળ શાકમાં મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ઘણી વખત એ
…
જો અજાણતા તમારાથી ભોજનમાં મરચું વધારે પડી ગયું છે તો ભોજનની તીખાશ દૂર કરવા માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. શાક કે દાળમાં એક ચમચી ઘી ઉમેરી દેવાથી મરચાની તીખાશ ઓછી થઈ જશે અને વાનગીનો સ્વાદ વધી જશે
પાવભાજી કે અન્ય પંજાબી સબ્જીમાં જો મરચું વધી ગયું હોય તો તેની તીખાશ ઓછી કરવા માટે તમે તેમાં બટર ઉમેરી શકો છો. બટર ઉમેરવાથી તીખાશ ઓછી થઈ જશે અને વાનગીનો સ્વાદ પણ વધી જશે.
દાળ, શાકની તીખાશ ઓછી કરવા માટે ખાંડનો ઉપયોગ પણ કરી શકાય છે. જો તમે શાક કે દાળમાં ગળાશ ઉમેરી દો છો તો તેનાથી તીખો સ્વાદ ઘટી જશે.
જો શાકમાં વધારે પડતું જ મરચું પડી ગયું હોય તો મેંદાનો ઉપયોગ કરીને તેની તીખાસ ઓછી કરો. તેના માટે મેંદાને થોડો શેકી લેવો ત્યાર પછી તેને સબ્જીમાં ઉમેરી દેવો. તેનાથી તીખાશ ઓછી થઈ જશે અને ગ્રેવી ઘટ્ટ થઈ જશે.
લીંબુનો રસ ઉમેરીને પણ તમે ભોજનની તીખાશ ઓછી કરી શકો છો. મરચું વધી ગયું હોય તો દાળ કે શાકમાં લીંબુનો રસ ઉમેરી દો. તેનાથી મરચાની તીખાશ બેલેન્સ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.