પાકિસ્તાની ચાહકે કહ્યું ભાઈ એક દિવસ માટે બોર્ડર ખોલી દો, પ્રી વેડિંગ સેલિબ્રેશનનું સ્થળ જોવું છે

પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે, આ એક સપનોના લગ્ન કહી શકાય છે. કોઈ કહે છે કે, મારા લગ્નમાં પણ રિહાના ડાન્સ કરે, શાહરુખ ખાન સહિત દિગ્ગજ કલાકારો આ ઈવેન્ટમાં આવ્યા હતા.

ગુજરાતમાં 3 દિવસ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટનું પ્રી વેડિંગ ફંક્શન હતું. આ ફંક્શનમાં દુનિયાભરના સેલિબ્રિટીઓ જામનગરમાં આવ્યા હતા. ભારતની તમામ મોટી હસ્તીઓ જામનગરમાં પહોંચી હતી સાથે રિહાના, ઈવાંકા ટ્રમ્પ, બિલ ગેટ્સ જેવા દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. આ લોકો ભારત આવતા જ પાકિસ્તાનમાં આને લઈ ખુબ ચર્ચાઓ થઈ છે.

પાકિસ્તાનના લોકો એ વાતને લઈ પરેશાન છે કે, એક લગ્નમાં આટલી મોટી સેલિબ્રિટીઓ એક સાથે આવી શકે છે અને આટલો ખર્ચ પણ કરી શકે છે. પાકિસ્તાનની યુટ્યુબર સના અમઝદે પોતાના દેશના અનેક યુવાનો સાથે આ મોંઘા લગ્નને લઈ વાત કરી હતી.

અંબાણી અને તેના પૈસાની તાકાત

સના અમઝગ સાથે વાત કરતા પાકિસ્તાનના યુવાન વલિદે કહ્યું અહિ પીએસએલ ચાલી રહી છે. કેરન પોલાર્ડને અંબાણીએ લગ્નમાં બોલાવ્યો હતો અને તે પીએસએલ છોડી ભારત ગયો હતો, આ એ વસ્તુ દેખાડે છે કે, અંબાણી અને તેના પૈસાની તાકાત શું છે. પાકિસ્તાનમાં પોલાર્ડની ખુબ અલોચના થઈ રહી છે.તેમણે આગળ કહ્યું કે, આ ઈવેન્ટમાં શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન એક સાથે સ્ટેજ પર નાચી રહ્યા છે.

ત્રણેય ખુબ મોંઘા સ્ટાર છે, તેમજ એક બીજા સાથે બનતું પણ નથી. ભારતની આટલી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણેય સ્ટારોને ક્યારે કોઈ પણ સાથી લાવી શક્યું નથી પરંતુ અંબાણીએ આ કરી બતાવ્યું છે.

અંબાણીએ દુનિયાભરના લોકોને બોલાવ્યા

ઉમરે આગળ કહ્યું અંબાણીએ દુનિયાભરના લોકોને બોલાવ્યા હતા પરંતુ પાકિસ્તાનથી કોઈને પણ બોલાવ્યા નથી. દુનિયાભરના લોકો ઈન્ડિયન કલ્ચરમાં જોવા મળ્યા હતા,હસીબ ચૌધરીએ સના સાથે વાત કરતા કહ્યું, “મને નથી લાગતું કે મેં મારા જીવનમાં આવા લગ્ન જોયા હશે. જ્યારે બિલ ગેટ્સ શેરીઓમાં ચા પી રહ્યા છે, હું ભારતના લોકોને કહેવા માંગુ છું કે દોસ્ત, થોડા દિવસો માટે બોર્ડર ખોલો. આ ઈવેન્ટ ક્યાં સ્થળ પર થઈ હતી તે જોવું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.