મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં શિવસેનાનાં પ્રયત્નો સફળ થતી તો જોવા મળી રહી છે અને સરકાર બનાવવાની સ્થિતિમાં તેનો મુખ્યમંત્રી પણ બનશે તેવું લાગી રહ્યું છે. તેમ છતા શિવસેનાની ઇચ્છા અધુરી રહેશે. શિવસેના ઇચ્છતી હતી કે 17 નવેમ્બરનાં રાજ્યમાં સરકારની રચના થઈ જાય. આવું એ માટે કારણ કે શિવસેના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. આ કારણે આ દિવસ શિવસૈનિકો માટે ઘણો મહત્વનો છે.
શિવસૈનિકોની આ ઇચ્છાને એનસીપી પ્રમુખ શરદ પવારનાં નિવેદનથી ઝાટકો લાગ્યો છે. શરદ પવારે કહ્યું છે કે સરકાર બનાવવામાં હજુ સમય લાગશે. શરદ પવારે એક અનૌપચારિક વાતચીતમાં કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં સરકાર ગઠનમાં હજુ મોડું થશે.” શરદ પવાર શુક્રવારનાં નાગપુરમાં હતા. અહીં કૉંગ્રેસ ધારાસભ્ય નિતિન રાઉતનાં ઘરે તેમણે આ વાતો કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સતત કહેતી આવી રહી છે કે બાલા સાહેબનું સપનું હતુ કે એક દિવસ એક શિવસૈનિક મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી બનશે. ઉદ્ધવ ઠાકરે કહી ચુક્યા છે કે તેમણે બાલા સાહેબને વાયદો કર્યો છે કે એક દિવસ શિવસેનાનો સીએમ બનશે. આ વચનને આગળ ધરીને શિવસેના બીજેપી પર દબાવ બનાવી રહી હતી. જો કે બીજેપીની સાથે તેની ડીલ અસફળ રહી, ત્યારે શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી તરફ પ્રયાણ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.