માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાસ ઓછી કરી દીધી છે. ગૃહણીઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં પણ ગરમાવો જોવા મળશે.
એક તરફ ઉનાળાની શરૂઆત થતા લીંબુની માંગ વધી રહી છે તેની સાથે ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હજી તો માર્ચ મહિનાની શરૂઆત છે ત્યારે જ 80 રૂપિયાના ભાવે મળતા લીંબુ 160 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાસ ઓછી કરી દીધી છે. ગૃહણીઓને હવે એ ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં જ્યારે કાળઝાળ ગરમી પડશે ત્યારે લીંબુના ભાવમાં પણ ગરમાવો જોવા મળશે.
કાલુપુર શાકભાજી માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા આવેલી ગૃહણીએ zee 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે અત્યારથી જ લીંબુના ભાવ મધ્યમવર્ગી પરિવારના બજેટ બહાર છે. જોકે લીંબુ જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધે તો પણ ખરીદવા પડી રહ્યા છે. પરંતુ તેના વપરાશમાં ફેર પણ પડ્યો છે. પહેલા જ્યારે એક દિવસમાં એક લીંબુનો વપરાશ કરતા હતા તેના બદલે હવે અડધું લીંબુ વાપરીએ છીએ.
પાછલા વર્ષની વાત કરીએ ત્યારે પણ ઉનાળામાં લીંબુના ભાવ આસમાને હતા. સમગ્ર ઉનાળા દરમિયાન લીંબુના ભાવ 350 થી 400 રૂપિયા કિલો વચ્ચે હતા. આ ટ્રેન્ડને જોતા આગામી મહિનાઓમાં લીંબુના ભાવ વધવાની શક્યતા નકારી ન શકાય. જોકે આ સામે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર પણ છે. થોડાક સમય પહેલા મળતા 500 રૂપિયા કિલો લસણના ભાવ હવે તળિયે બેઠા છે. હાલ બજારમાં સારી ક્વોલિટી નું લસણ 200 રૂપિયા કિલો મળી રહ્યો છે આમ લસણના ભાવમાં એક સાથે 300 રૂપિયાનો ઘટાડો પણ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.