Health Tips: દિવસો સુધી ન મટે આ તકલીફો તો તુરંત પહોંચી જાજો ડોક્ટર પાસે, હોય શકે છે કેન્સરનું શરુઆતી લક્ષણ

Health Tips: દરેક વ્યક્તિને શરીરમાં નાની મોટી સમસ્યાઓ રહેતી હોય છે. શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો સહિતની સમસ્યાને તો લોકો સામાન્ય સમજીને ધ્યાનમાં લેતા પણ નથી. આવી સમસ્યાઓને મટાડવા માટે લોકો ડોક્ટર પાસે જવાની પણ તસદી લેતા નથી. લોકો ઘરેલુ નુસખા ની મદદથી જાતે જ દવા કરી લેતા હોય છે. પરંતુ ઘણી વખત આવી નાની મોટી સમસ્યાઓ શરીરમાં વધતી ગંભીર બીમારી તરફ ઈશારો કરતી હોય છે.

જો લાંબા સમય સુધી તમને કેટલીક સામાન્ય જણાતી સ્વાસ્થ્ય સમસ્યાઓ સતાવે તો સમજી લેવું કે શરીરમાં કેન્સર જેવી ગંભીર સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં લાંબો સમય રાહ જોયા વિના તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. આવી જ કેટલીક સમસ્યાઓ છે જે શરીરમાં વધતા કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ એવી સમસ્યાઓ વિશે જેને લઈને લાંબા સમય સુધી બેદરકાર ન રહેવું.

વજન વધવાના ઘણા બધા કારણ હોય છે. પરંતુ કોઈ પણ કારણ વિના અચાનક જ તમારું વજન વધવા લાગે કે પછી ઓછું થવા લાગે તો તેને લઈને બેદરકાર ન રહેવું કારણકે તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે તેથી તુરંત જ નિષ્ણાંત ને બતાવવું.

સતત થાક લાગવો

જો તમારી દિનચર્યા એવી હોય કે જેમાં તમારે સતત એક્ટિવ રહેવું પડતું હોય અને પછી તમને થાક લાગે તો તે સામાન્ય વાત છે. પરંતુ બેઠાડું જીવનશૈલી હોય અને તમને સતત થાકનો અનુભવ થતો હોય અને શરીરમાં નબળાઈ લાગતી હોય તો તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

સાંધામાં સતત દુખાવો. 

વધતી ઉંમરે સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય છે પરંતુ જો તમને ચાલવામાં પણ તકલીફ પડવા લાગે તો પછી ડોક્ટરનો સંપર્ક કરવામાં વાર ન લગાડો.

સતત આવતી ઉધરસ

જો તમને ઉધરસ થાય અને પછી દવા કર્યા પછી લાંબો સમય ઉધરસ ન મટે તો તેને લઈને બેદરકાર ન રહો. શરીરમાં વધતા કેટલાક કેન્સરનું શરૂઆતથી લક્ષણ ઉધરસ હોઈ શકે છે. તેથી ઉધરસ લાંબો સમય ચાલે અને ન મટે તો તુરંત જ એક્સપર્ટ ની સલાહ લેવી.

વારંવાર પેટમાં દુખાવો

જો તમને વારંવાર પેટમાં દુખાવો થતો હોય અને લાંબા સમય સુધી રહેતો હોય તો આ બાબત પર તુરંત ધ્યાન આપો. કારણ વિના વારંવાર પેટમાં થતો દુખાવો પેટના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

કબજિયાત

જો તમે હેલ્થી ભોજન કરો છો તેમ છતાં તમને કબજિયાત થાય છે તો પછી ડોક્ટર પાસે તુરંત પહોંચીને ટેસ્ટ કરાવી લો. કારણ કે કારણ વિના થતી કબજિયાત કોલન કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.

ભૂખ ન લાગવી

જો તમને અચાનક જ ભૂખ ન લાગે કે ઓછી લાગે તો આ વાતને પણ તુરંત ધ્યાનમાં લેવી. કારણ કે ઘણી વખત આ લક્ષણ ગંભીર કેન્સરનું સંકેત પણ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.