રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને ભારત અને પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી એસટીની નવી 100 બસને પ્રસ્થાન કરાવ્યું હતુ. રાજ્યમાં કચ્છને 28, હિંમતનગર એસટી ડિવિઝનને 24 અને મહેસાણા ડિવિઝનને 29 બસ ફાળવવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી એસટીની નવી 100 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને 100 બસને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર એસટી ડિવિઝનને નવી 19 બસો ફાળવવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં કચ્છને 28, હિંમતનગર એસટી ડિવિઝનને 24 અને મહેસાણા ડિવિઝનને 29 બસ ફાળવવામાં આવી છે. નવી ફાળવવામાં આવેલી બસમાં સ્લીપર અને ગુર્જર નગરી બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસટી નિગમે 14 મહિનામાં જ 1725 જેટલી નવી બસ શરુ કરી હોવાનું ગૃહ રાજ્ય અને વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.