દેશભરમાંથી બેન્ક કૌભાંડની સતત ખબરે આવી રહી છે. આ ખબર વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકારે આવનાર શિયાળુંસત્રમાં બેન્ક ડિપોઝિટ ઇન્સ્યોરન્સને એક લાખ રૂપિયા વધારશે. હાલ સેવિંગ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ સહિત બેન્કોમાં જમા રકમને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા ઇન્સ્યોરન્સ મળે છે. જેની સીમા એક લાખ રૂપિયા છે. આ સીમાને 1993માં નક્કી કરવામાં આવ્યું હતું. આ બેન્કોની તમામ શાખાઓ પર લાગૂ થાય છે.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ગઠિત એમ, દામોદરન કમિટીએ આ વીમાની રકમકની સીમા 5 લાખ નક્કી કરવાની ભલામણ કરી હતી. જ્યારે કેન્દ્ર સરકાર તેને ત્રણ લાખ રૂપિયા નક્કી કરવા પર વિચાર કરી રહી છે.
બેન્કોમાં પૈસા જમા કરનાર ભારતીય જમાકર્તાઓને જેટલા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ મળવો જોઇએ,. તેનાથી તેમણે ખૂબ ઓછું મળી રહ્યું છે. સરેરાશ જમાકર્તાઓને ઓછામાં ઓછા પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવકને બમણી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ મળવી જોઇએ. ભારત તે દેશોમાંથી એક છે. જ્યાં બેન્કની જમા રકમ પર એક લાખ રૂપિયા ડિપોજિટ ઇન્સ્યોરન્સ પ્રતિ વ્યક્તિ આવક 142719 રૂપિયાથી ઓછા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.