વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.જેમાં ગુજરાતના 1575 કરોડના ધોરી માર્ગનું પણ તેઓ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુગ્રામમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશભરમાં 1 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના 112 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.જેમાં ગુજરાતના 1575 કરોડના ધોરી માર્ગનું પણ તેઓ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત થશે.
નારોલથી સરખેજનો રોડ બનશે સિક્સ લેન
વડાપ્રધાન મોદી ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકામોનું ખાતમુહૂર્ત થશે. વડાપ્રધાન મોદી આજે કરોડોના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવાના છે. ગુજરાતના 1575 કરોડના ધોરી માર્ગનું ખાતમુહૂર્ત કરશે. આ જાહેરાત પછી નારોલથી સરખેજ સુધી 6 લેન રોડ એલિવેટેડ કોરિડોરનું ખાતમુહૂર્ત થશે. આ જાહેરાત સાથે સાબરમતી નદી પરનો શાસ્ત્રી બ્રિજ 8 લેનનો
કરાશે. ગાવડકા-બગસરા હાઇવે પણ 10 મીટર પહોળો કરાશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાશે.
મહત્વનું છે કે પીએમ મોદી આજે ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આનાથી NH-48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચેના ટ્રાફિકને સરળ બનાવવામાં અને ભીડ ઘટાડવામાં મદદ મળશે.
આઠ લેનવાળા દ્વારકા એક્સપ્રેસ વેના 19 કિલોમીટર લાંબા હરિયાણા સેક્શનનું નિર્માણ અંદાજે 4,100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ મુજબ, તે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય PM મોદી જે અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે તેમાં દિલ્હીના નાંગલોઈ-નજફગઢ રોડથી સેક્ટર
24 દ્વારકા સેક્શન સુધી 9.6 કિમી લાંબા સિક્સ લેન અર્બન એક્સટેન્શન રોડ-IIનો સમાવેશ થાય છે.
લખનૌ રિંગ રોડના ત્રણ વિભાગોનું ઉદ્ઘાટન
આ મુજબ પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં લગભગ 4,600 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત લખનૌ રિંગ રોડના ત્રણ વિભાગ અને આંધ્ર પ્રદેશમાં લગભગ 2,950 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત નેશનલ હાઈવે-16ના આનંદપુરમ-પેંદુર્થી-અનાકાપલ્લે સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.