Holika Dahan Upay: આ વર્ષે 1 કલાકનું હશે હોલિકા દહનનું શુભ મુહૂર્ત, પૈસાની તંગી દુર કરવા કરો આ ઉપાય

Holika Dahan Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનની રાત ખૂબ જ ખાસ હોય છે જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવામાં આવે તો જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. ખાસ કરીને જો વ્યક્તિ આર્થિક તંગીથી પરેશાન હોય તો તેને હોલિકા દહનની રાત્રે આ ઉપાય અચૂક કરવા.

Holika Dahan Upay: હિન્દુ ધર્મમાં હોળી અને ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધુળેટીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. ફાગણ મહિનાના પૂનમની તિથિ પર હોલિકા દહન કરાય છે. આ વર્ષે 24 માર્ચે ઉજવાશે એટલે કે 24 માર્ચ અને રવિવારે હોલિકા દહન થશે અને 25 માર્ચે ધુળેટી ઉજવાશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનની રાત ખૂબ જ ખાસ હોય છે જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરી લેવામાં આવે તો જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. ખાસ કરીને જો વ્યક્તિ આર્થિક તંગીથી પરેશાન હોય તો તેને હોલિકા દહનની રાત્રે આ ઉપાય અચૂક કરવા.

હોલિકા દહનનું શુભ મુહૂર્ત

 

પંચાંગ અનુસાર ફાગણ મહિનાની પૂનમની તિથિની શરૂઆત 24 માર્ચ સવારે 9:55 મિનિટથી થશે. જ્યારે તેનું સમાપન 25 તારીખે બપોરે 12.29 મિનિટ થશે. તેથી હોલિકા દહન 24 માર્ચ અને રવિવારે કરવામાં આવશે. હોલિકા દહન માટે 1.14 કલાકનો સમય હશે. હોલિકા દહન માટે રાત્રે 11.13 મિનિટથી લઈને 12.27 મિનિટ સુધીનું મુહૂર્ત છે.

હોલિકા દહનના દિવસે કરવાના ઉપાય

હોલિકા દહન કર્યા પછી જે રાખ વધે તેને ઘરે લાવી લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે ધન રાખતા હોય તે જગ્યાએ રાખી દો. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને જીવનમાં સમૃદ્ધિ વધશે.

– હોલિકા દહનની રાત્રે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો. ફાગણ મહિનાની પૂનમ માતા લક્ષ્મીની ઉપાસના કરવા માટે પણ વિશેષ હોય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરી તેમને ખીર ધરાવવાથી જીવનમાં ક્યારેય પૈસાની ખામી રહેતી નથી.

હોલિકા દહન સમયે હાથમાં સાત પાનના પત્તા રાખીને પરિક્રમા કરવી. પરિક્રમા કરતી વખતે મનની ઈચ્છા બોલતા રહેવું. સાત પરિક્રમા પછી આ પાનને હોલિકામાં અર્પણ કરી દેવા. આ ઉપાય કરવાથી વ્યક્તિની ઈચ્છા પૂરી થાય છે અને કષ્ટથી મુક્તિ મળે છે.

 

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.