- બોમ્બે હાઈકોર્ટે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો આ ચુકાદો
- કો પ્રમોટર વ્યાજ સહિત રિફંડ માટે જવાબદાર છે
-
મુંબઈના અનેક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર અસર થશે
- બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વનો ચુકાદો આપ્યો. તેનાથી રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ના ચુકાદાને યથાવત રાખતા વાઘવા ગ્રુપ દ્વારા દાખલ કરાયેલી અપીલને ફગાવી દીધી હતી જેમાં વાઘવા ગ્રુપને ફ્લેટ ખરીદાર વિજય ચોક્સીને વ્યાજ સાથે પૂરી રકમ પરત કરવાનો આદેશ અપાયો હતો.
બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેનાથી રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો. કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન વ્યવસ્થા કરી આપી કે ફ્લેટમાં વિલંબ માટે કો-પ્રમોટર વ્યાજ સહિત રિફંડ માટે જવાબદાર છે. કોર્ટે પ્રમોટરની વ્યાખ્યા કરતા કહ્યું કે તેમાં કો પ્રમોટર પણ સામેલ છે. ભલે તેને ફ્લેટ બાયર્સ પાસેથી પૈસા ન મળ્યા હોય પરંતુ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (RERA) હેઠળ ફ્લેટમાં વિલંબ થવાની સ્થિતિમાં તે વ્યાજ સહિત રિફંડ માટે જવાબદાર છે. કોર્ટે કહ્યું કે વર્ષ 2017થી લાગૂ થયેલા રેરામાં પ્રમોટરની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સંલગ્ન દરેક વ્યક્તિને તેમાં સામેલ કરાયા છે. આથી દરેક બાયર અને પ્રમોટર વચ્ચે એગ્રીમેન્ટ થવો જરૂરી નથી.
- કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ પ્રોજેક્ટમાં પ્રમોટર સાથે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને તેને તેનાથી ફાયદો થયો હોય તો તે પણ પ્રમોટરના દાયરામાં આવે છે. કોર્ટે વાઘવા ગ્રુપ હાઉસિંગ પ્રાઈવેટ લિમિટેડની એક અપીલ પર સુનાવણી દરમિયાન આ વાત કરી. આ કંપનીએ રેરા અપીલેટ ટ્રિબ્યુનલના એક આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ટ્રિબ્યુનલે કંપનીને રિફંડની જવાબદારીમાંથી મુક્ત કરી નહતી. હાઈકોર્ટના 26 ફેબ્રુઆરીએ આવેલા આ ચુકાદાથી રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં જાણે ભૂકંપ આવી ગયો છે. વકીલોનું કહેવું છે કે આ નિર્ણયે એક એવા સવાલનો જવાબ આપ્યો છે જેની લોકો રાહ જોઈને બેઠા હતા. જાણકારોનું કહેવું છે કે આ નિર્ણયની મુંબઈના અનેક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર અસર પડશે.
- હતો મામલો
કોર્ટ સામે સવાલ એ હતો કે જો કોઈ પ્રમોટરને અલોટી પાસથી કોઈ પૈસા નથી મળ્યા તો રેરાની કલમ 18 હેઠળ તેને રિફંડ માટે જવાબદાર ઠેરવી શકાય કે નહીં. વાઘવા ગ્રુપ હાઉસિંગે અંધેરીમાં એસઆરએ પ્રોજેક્ટમાં કો-પ્રમોટર હતા. 2012માં બે બિલ્ડર્સ એક જોઈન્ટ એગ્રીમેન્ટમાં કન્સ્ટ્રક્ટેડ એરિયાને પરસ્પર વહેંચી લીધા હતા. આ એરિયાને વેચવાનો હતો. એક ફ્લેટ બાયર વિજય ચોક્સીએ આ અંગે મહારાષ્ટ્ર રેરામાં ફરિયાદ કરી હતી અને કો-ડેવલપર SSS Escatics એ 1.2 કરોડ રૂપિયાના રિફંડની માંગણી કરી હતી. આ ફ્લેટ તેને 2019 સુધીમાં મળી જવાનો હતો. પરંતુ બિલ્ડરે તેમાં વિલંબ કર્યો. રેરા અપીલેટ ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં કહ્યું કે વાઘવા ગ્રુપ હાઉસિંગની પણ તેમાં જવાબદારી બને છે. - વાઘવા ગ્રુપ હાઉસિંગે રેરા અપીલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપનીના વકીલ નૌશાદ એન્જિનિયરે કહ્યું કે ચોકસીએ Escatics ને પૈસા આપ્યા હતા અને રિફંડની જવાબદારી પણ તેની જ બને છે. એન્જિનિયરે પોતાની દલીલમાં કહ્યું કે રેરાના પહેલાના દૌરમાં કરાયેલી ચૂકવણી માટે બિલ્ડરને જવાબદાર ઠેરવી શકાય નહીં. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જોઈન્ટ લાયેબિલિટીનો નિર્ણય કરતી વખતે એ વાતનો કોઈ અર્થ નથી કે પ્રમોટર્સને પૈસા કયા એકાઉન્ટમાં મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.