મોંઘવારીના માર વચ્ચે વીજબીલ મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત, પ્રતિ યુનિટ ઘટ્યો આટલો ચાર્જ

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

Gujarat government: ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી દેસાઇએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે ૧.૭૦ કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ ૧,૩૪૦ કરોડનો લાભ થશે.જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ ૫૭ ની માસિક બચત થશે તેમ.

મોબાઇલ જેમ રિચાર્જ કરી શકાશે વિજળી
આપણે મોબાઈલ ડેટા અને પ્લાન રિચાર્જ કરીને તેનો ઉપયોગ કરીએ છીએ. જેટલો વપરાશ છે તેટલુ રિચાર્જ કરાવો. ત્યારે ગુજરાતમાં વીજળી વપરાશ માટે પણ આવો જ પ્લાન લાવવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વીજળીનું બિલ પ્રીપેઈડ થઈ જશે. જેટલા રૂપિયા ચૂકવશો તેટલી વીજળી વાપરી શકશો. 20482 કરોડના ગુજરાતના પ્રોજેક્ટને રાજ્યની કેબિનેટે મંજૂરી આપી છે.

શું છે આ પ્લાન
ગુજરાત સરકાર ડિસેમ્બર, 2023 થી સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર સિસ્ટમ અમલમાં લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમા બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો તેટલી જ વીજળી વાપરી શકશો. વીજ બિલ મોબાઈલ રિચાર્જથી કરી શકાશે.

આ માટે ગુજરાત સરકારની કેબિનેટ અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં સ્માર્ટ મીટરિંગ માટે 10602 કરોડ ફાળવ્યા છે. તો સાથે જ ડિસ્ટ્રીબ્યુશન સુધારવા માટે 6021 કરોડ ફાળવ્યા છે.

સરકાર નવા મીટર વસાવવા માટે એ પણ પ્લાનિંગ કરી રહી છે કે, ગ્રાહકો પર નાણાંકીય બોજ ન આવે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે, સ્માર્ટ મીટરની રકમ ગ્રાહકો કેટલી ભોગવશે અને સરકાર કેટલી ભોગવશે. સરકારે વિવિધ વીજ કંપનીઓને આ માટે કુલ 10443 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે આ મુજબ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.