ભરૂચના જૂના કાંસિયા ગામની સીમમાં રહેતા ખેડૂત કનુભાઈ પરમારે પોતાની ત્રણ વીઘા જમીનમાં પાલક, લીલી ડુંગળી, મેથી ભાજી અને ધાણાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતનો પરિવાર પણ ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે. ખેડૂતને માર્કેટમાં એક ઝૂડીના 12થી 15 રૂપિયા
સુધીના ભાવ મળી રહે છે.
ભરૂચ: મૂળ સુરેન્દ્રનગરના આદરીયાણા અને હાલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના કાંસિયા ગામની સીમમાં રહેતા ખેડૂત કનુભાઈ પરમાર કે, જે છેલ્લા દસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત છેલ્લા દસ વર્ષથી ભરૂચ જિલ્લામાં સ્થાયી થઈ ગણોતે કરી ખેતી કરે છે. ખેડૂતનો પરિવાર પણ દેશી પાલકની ખેતીમાં મદદરૂપ બની રહ્યો
ખેડૂતે 3 વિઘા જમીનમાં પાલક, ડુંગળી સહિત 4 પાક લીધા
ખેડૂતે પોતાની ત્રણ વીઘા જમીનમાં પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને ધાણાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતે ફેબ્રુઆરી મહિનામાં પાલક, લીલી ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂત દેશી પાલકની ખેતીમાં પોતાના જ બિયારણનો વપરાશ કરે છે. ખેડૂતની દેશી પાલકનો પાક તૈયાર થતા એક મહિનો અને 10 દિવસનો સમય લાગે છે, તો લીલી ડુંગળી તૈયાર થતા બે મહિનાનો સમય લાગે છ
.
શિયાળાની સિઝનમાં પાલક સહિત ડુંગળીમાં સારું ઉત્પાદન
ખેડૂત કનુભાઈ પરમાર દેશી પાલક, ડુંગળી સહિતની ખેતીમાં ખાતર તરીકે ડીએપી, યુરિયા સહિતનો વપરાશ કરે છે. દેશી પાલકની ખેતીમાં ખેડૂતને નિંદામણ કરવું પડે છે. ખેડૂતને માર્કેટમાં એક ઝૂડીના 12થી 15 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે. શિયાળાની સિઝનમાં પાલક સહિત ડુંગળીમાં સારું ઉત્પાદન મળી રહે છે. ઉનાળાની સિઝનમાં પાલકમાં બે વાર કટીંગ આવે છે. ખેડૂતો સહિત પરિવાર પાલકની ખેતીમાં કટીંગ કરે છે, જેના કારણે તેઓને પાલકની ખેતીમાં ફરી વાર કટીંગ કરી શકાય છે.
પાલકની શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ
પાલક લીલી શાકભાજી માનવામાં આવે છે. પાલકમાં વિટામીન એ, બી, સી, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ સહિતના લોહતત્વ ભરપૂર હોય છે, જે શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે. પાલક લોહીમાં રક્તકણોને વધારે છે, સાથે વધારેમાં વધારે એમિનો એસિડ પૂરું પાડે છે. પાલકના લીલા પાંદડાની વાત કરીએ તો એમાં એક એવું તત્વ છે, જે પ્રાણીમાત્રના વૃદ્ધિ અને વિકાસ કરે છે, સાથે મગજની શક્તિમાં વધારો કરે છે. ખેડૂત અંક્લેશ્વર માર્કેટ ખાતે પાલક, લીલી ડુંગળીનો પાક આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.