પ્લીઝ પાસ કરી દો…લખીને પુરવણીમાં પૈસા મુકશો તો મરશો! જાણી લેજો ગેરરીતિના નવા નિયમ

વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ છે. એપ્રિલથી એટીકેટી-રેગ્યુલર પરીક્ષા શરૂ થશે. જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ ઉત્તરવહીમાં પૈસા મૂકશો તો 2500 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

પરીક્ષામાં ગેરરીતિ કરતાં વિદ્યાર્થીઓની હવે ખેર નથી. જી હા…વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ છે. એપ્રિલથી એટીકેટી-રેગ્યુલર પરીક્ષા શરૂ થશે. જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ ઉત્તરવહીમાં પૈસા મૂકશો તો 2500 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય કાપલી કે માઇક્રો ઝેરોક્ષ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને રૂ. 500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે. એટલું જ નહીં, પૈસા મૂકનાર વિદ્યાર્થી 6 મહિના પરીક્ષા નહીં આપી શકે. અભદ્ર ભાષાના પ્રયોગ બદલ 1000 રૂપિયાનો દંડ કરાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફરજિયાત રહેશે..

– 3 મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં મળે
– એક વખત ગેરરીતિ પકડાયા બાદ ફરી પકડાશે તો આગળની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં અને રૂ. 2 હજાર પેનલ્ટી સાથે પરિણામ રદ કરાશે તથા પૂરક પરીક્ષામાં બેસવા દેવાશે નહીં
– પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગરૂમના કેમેરા ફરજિયાત ચાલુ રાખવા. જો તેમ ન હશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે
– કોલેજે લોકલ સ્ક્વોડ બનાવી પરીક્ષા વિભાગ ટીમ માંગે તો આપવી.
– અભદ્ર ભાષા લખો તો માનસિક સર્ટિ. ફરજિયાત

મહત્વનું છે કે અવારનવાર વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં રૂપિયા મૂકતાં હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેના પછી યુનિવર્સિટીના સત્તાધીશોએ નિયમો વધુ કડક બનાવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.