- Oracle Speaks 14 March: સુમેળભર્યા સંબંધ બનાવવા માટે ધૈર્ય અને સમજ રાખો. નોકરી ધંધા પર આજે તમારા સમર્પણ અને ખંતથી તમને સફળતા મળશે. ORACLE SPEAKS અનુસાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને તમારું લકી સાઈન, લકી કલર શું છે. આ જણાવી રહ્યા છે
- આપણને વેલનેસ સ્ટુડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા…
મેષ (22 માર્ચ – 19 એપ્રિલ)
આજે તમારા જીવનસાથી સાથે તમારું જીવન નવા જુસ્સા અને સમજણના કારણે ખીલી શકે છે. જેમ જેમ તમારા પ્રેમના બંધનો મજબૂત બનશે અને ઉંડા સ્તરે જોડાવાનો પ્રયાસ કરશો, તેમ તેમ તમારા સંબંધો વધુ ગાઢ બની શકે છે. નોકરી પર આજે તમે ઉત્સાહ અને નિશ્ચય દર્શાવી શકશો. જેને લઈને તમારા ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરી શકે છે. આજે ધ્યાન અથવા યોગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી તમને આંતરિક શાંતિ અને સ્પષ્ટતા પ્રાપ્ત થઈ શકે છે. પૌષ્ટિક આહાર લઈને અને સક્રિય રહીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો.
લકી નંબર- 94
લકી કલર- લાલ છે.
લકી ક્રિસ્ટલ – સન સ્ટોન
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
આજે તમારા વૈવાહિક જીવનમાં કમ્યુનિકેશન સુધારવા માટે અને તમારી ઇચ્છાઓ વિશે પ્રામાણિક બનવા માટે આ યોગ્ય સમય છે. સુમેળભર્યા સંબંધ બનાવવા માટે ધૈર્ય અને સમજ રાખો. નોકરી ધંધા પર આજે તમારા સમર્પણ અને ખંતથી તમને સફળતા મળશે અને તેના કારણે સહકર્મચારીઓ તમારી સરાહના કરશે. આજે બાગકામ અથવા પેઇન્ટિંગ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી તમને આરામ અને કાયાકલ્પ કરવામાં મદદ કરી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે આરામ અને નિયમિત કસરત કરો.
લકી નંબર -55
લકી કલર -લીલો
લકી ક્રિસ્ટલ – રોઝ ક્વાર્ટ્ઝ
મિથુન (21 મે – 20 જૂન)
આજે ઈન્ટરેક્શન અને બૌદ્ધિક કનેક્શન દ્વારા સંબંધો ગાઢ થઈ શકે છે. આજે મહત્વના વિષયો પર વાતચીતમાં કરો અને સમજણ વધારવા માટે તમારા વિચારો સાથે પોરામાણિક બનો. ઓફિસમાં આજે કામ દરમિયાન તમારી વૈવિધ્યતા અને ઝડપી વિચારસરણી તમને પડકારજનક પરિસ્થિતિઓમાં જીતવામાં મદદ કરી શકે છે. જર્નલિંગ અથવા વાંચન જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ કરવાથી આજે તમને માનસિક સ્પષ્ટતા પ્રાપ્ત થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય જાળવવા પૂરતો આરામ કરો અને શરીરને પોષણક્ષમ આહાર આપીને લો.
લકી નંબર -19
લકી કલર પીળો
લકી ક્રિસ્ટલ- ક્લિયર ક્વાર્ટઝ
કર્ક (21 જૂન – 22 જુલાઈ)
તમારું રોમેન્ટિક જીવન ભાવનાત્મક ટેકા અને કરુણાથી ખીલી શકે છે. આજે તમારા પ્રેમને વ્યક્ત કરો અને સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવીને તમારા સંબંધોને મજબૂત બનાવો. આજે કામના સ્થળે નિર્ણયો અને જોખમો લેવા માટે તમારી વૃત્તિ પટ વિશ્વાસ રાખો. રસોઈ અથવા બાગકામ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી તમને આનંદ અને શાંતિ પ્રાપ્ત થઇ શકે છે. સંતુલિત દિનચર્યા જાળવીને અને હાઇડ્રેટેડ રહીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો.
લકી નંબર- 47
લકી કલર- સિલ્વર
લકી ક્રિસ્ટલ -લેબ્રાડોરાઇટ
સિંહ (23 જુલાઈ – 22 ઓગસ્ટ)
રોમાંસ અને જુસ્સો આજે તમને સંપૂર્ણપણે પ્રભાવિત કરી શકે છે. તમારા જીવનસાથી પ્રત્યે તમારો પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરો. તેમના સ્નેહની હૂંફનો આનંદ માણો. ઓફિસમાં આજે તમારી નેતૃત્વ કુશળતા અને કરિશ્મા તમને તમારા સૌથી મહત્વના કાર્યોને પૂરા કરવામાં મદદ કરી શકે છે. તમારી આત્માને જાગૃત કરવા માટે ડાન્સ કરો અથવા સંગીત વાદ્ય વગાડવા જેવી પ્રવૃત્તિઓ કરો. રૂટિનમાં કસરતને શામેલ કરીને અને સકારાત્મક માનસિકતા જાળવીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
લકી નંબર -28
લકી કલર- ગોલ્ડ
લકી ક્રિસ્ટલ- અંબર
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર):
તમારે આજે વ્યવહારિક રહેવું જોઈએ અને બારીક ધ્યાન આપવું જોઈએ. આજે તમારા સંબંધોમાં સ્થિરતા અને વિશ્વાસ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કામના સ્થળે આજે તમારી ચોકસાઈ અને સંગઠનાત્મક સ્કીલ તમને તમારા કાર્યો પૂરા કરવામાં મદદ કરી શકે છે. પઝલ અથવા સુડોકુ જેવી એક્ટિવિટી કરવાથી તમારું દિમાગ તેજ થઇ શકે છે. સેલ્ફ કેર કરીને અને સંતુલિત આહાર જાળવીને તમારા આરોગ્યની કાળજી લો.
લકી નંબર -93
લકી કલર -નેવી બ્લૂ
લકી ક્રિસ્ટલ -લાપિસ લાઝુલી
તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)
આજે સમાધાનનું વલણ રાખવું જોઈએ અને તમારા સંબંધોમાં સંતુલન મેળવવાનો પ્રયાસ કરો, જેનાથી તમારા સંબંધોમાં સુમેળ રાખી શકશો. ઓફિસમાં આજે તમારી મુત્સદ્દીગીરી અને સહકાર તમને સફળતા અપાવી શકે છે. પ્રેરણા મેળવવા માટે પેઇન્ટિંગ અથવા આર્ટ ગેલેરીની મુલાકાત લો. રૂટિનમાં માટે પ્લાન બનાવી તમારા સ્વાસ્થ્યની કાળજી લો.
લકી નંબર -41
લકી કલર -ગુલાબી
લકી ક્રિસ્ટલ- રોડોનાઇટ
વૃશ્ચિક (23 ઓક્ટોબર- 21 નવેમ્બર)
તમારી લવ લાઇફ માટે આજનો દિવસ ખૂબ જ ભાવનાત્મક હોઈ શકે છે. તમારી ભાવનાત્મક જટિલતાને સ્વીકારો અને તમારા સંબંધને મજબૂત બનાવવા માટે તમારી ઇચ્છાઓને પ્રામાણિકપણે વ્યક્ત કરો. ઓફિસમાં આજે તમારા નિશ્ચયના કારણે સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પ્રાણાયામ અથવા ધ્યાન ધરવા જેવી પ્રવૃત્તિઓ કરવાથી તમને મનની શાંતિ મળી શકે
. તમારા શરીરની જરૂરિયાતોને સાંભળો અને સંતુલિત દિનચર્યા જાળવીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો.
લકી નંબર -62
લકી કલર -કાળો
લકી ક્રિસ્ટલ- ગાર્નેટ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
આજે તમારો દિવસ સાહસનો દિવસ બની શકે છે. નવા અનુભવોને સ્વીકારો અને તમારા જીવનસાથી સાથે કાયમી યાદો બનાવો. કાર્યક્ષેત્રમાં તમારો આશાવાદ અને ઉત્સાહ
સફળતા અને ઓળખ અપાવી શકે છે. હાઇકિંગ અથવા પ્રકૃતિમાં રહેવા જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓ કરવાથી તમને આનંદ અને પ્રેરણા મળી શકે છે. સક્રિય રહીને અને તમારા આહારમાં પૌષ્ટિક ખોરાક શામેલ કરીને તમારા સ્વાસ્થ્યની કાળજી લો.
લકી નંબર -27
લકી કલર -જાંબલી
લકી ક્રિસ્ટલ- એમિથિસ્ટ
મકર (22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી)
તમારા જીવનસાથી સ્થિરતાની તેમની ઇચ્છા
વ્યક્ત કરવા માટે કમિટમેન્ટ કરી શકે છે. આજે સંબંધોમાં નક્કર પાયો બનાવવા અને સંબંધો મજબૂત બનાવવા બાબતે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ઓફિસમાં આજે તમારી મહત્વાકાંક્ષા અને નિશ્ચયના કારણે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારા જીવનમાં વ્યવસ્થા જાળવવા માટે આયોજનની પ્રવૃત્તિઓમાં જોડાઓ. સંતુલિત રૂટિન જાળવીને અને તમારા શરીરની જરૂરિયાતોને સમજીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો.
લકી નંબર -80
લકી કલર- બ્રાઉન
લકી ક્રિસ્ટલ- ટાઇગર આઈ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
આજે તમારું જીવન બૌદ્ધિક ઉત્તેજના અને ખુલ્લા વિચારોથી ભરેલું રહેશે, ખાસ કરીને તમારા પરિવાર સાથે તમે ખુલ્લા મને ચર્ચા કરશો. તમારા જીવનસાથીની ખાસિયતને સ્વીકારો અને તેમના વ્યક્તિત્વને પ્રોત્સાહિત કરો. નોકરી-ધંધા પર આજે તમારા નવા વિચારો અને પ્રગતિશીલ વિચારસરણી તમને બધાથી અલગ તારવી શકે છે. મગજ કસવાની અથવા સેમિનારમાં ભાગ લેવાની પ્રવૃત્તિ કરવાથી તમારું જ્ઞાન વધી શકે છે. આજે તમે મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિ કરીને અને રૂટિનમાં હળવાશ રાખીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો.
લકી નંબર -35
લકી કલર -ટર્કોઇશ
લકી ક્રિસ્ટલ- એમેઝોનાઇટ
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
આજનો દિવસ કરુણા અને સહાનુભૂતિની ઉર્જા લાવી શકે છે. તમારા જીવનસાથીને ભાવનાત્મક રૂપે ટેકો આપો અને તેમના માટે પ્રેમાળ વાતાવરણ બનાવો. આજે કામના સ્થળે તમારી અંતઃસ્ફુરણાની ક્ષમતાઓ અને સર્જનાત્મકતા ચમકી શકે છે, જે તમને સફળતા તરફ દોરી જશે. આંતરિક શાંતિ કેળવવા માટે જર્નલિંગ જેવી પ્રવૃતિ કરો. આરોગ્યની કાળજી લેવા માટે આજે વિરામ લો અને તમારી ભાવનાત્મક સુખાકારીને જાળવો.
લકી નંબર- 28
લકી કલર -મરીન ગ્રીન
લકી ક્રિસ્ટલ- ફ્લોરાઇટ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.