ઇસરોનો ચોંકાવનારો દાવો, ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણને લઇને કર્યો ધડાકો

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ વર્ષ 2017માં ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણ પર એક અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ પરમાણુ પરિક્ષણ 1945માં જાપાનના શહેર હિરોશિમા પર ફેકવામાં આવેલ બોમ્બ કરતાં 17 ગણો વધારે શક્તિશાળી હતો.
આ અભ્યાસનું નેતૃત્વ અમદાવાદમાં ઈસરોના સ્પેશ એપ્લિકેશન્સ સેન્ટના વૈજ્ઞાનિક કેએમ શ્રીજીતે કહ્યું હતું. તેમના મતે ઉત્તર કોરિયાએ વર્ષ 2003માં અણુ અપ્રસાર સંધિ (NPT)થી બહાર થઈ ગયું હતું. ત્યારબાદ તેણે અનેક પરમાણુ હથિયારો વિકસાવ્યા હતા અને પાંચ જેટલા અંડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણ પણ કર્યા હતા. તેણે 3 સપ્ટેમ્બર, 2017ના રોજ હાઈડ્રોજન બોમ્બનું પણ પરીક્ષણ કર્યું હતું.
સેટેલાઇટ ડેટાનો ઉપયોગ

આ વૈજ્ઞાનિકોમાં સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટરના જીયોસાયન્સિસ ડિવિઝનના રિતેશ અગ્રવાલ અને એએસ રાજાવતનો સમાવેશ થતો હતો. તેમણે પોતાના અભ્યાસમાં ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ અભ્યાસ જિયોફિજીકલ જર્નલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત થયો છે. તેમાં વૈજ્ઞાનિકોએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે પારંપરીક રીતે પરમાણુ પરીક્ષણની ઓળખ ભૂકંપની તીવ્રતા માપવા માટે લગાવવામાં આવેલ નેટવર્કથી કરવામાં આવે છે. જોકે, કોરિયાના પરીક્ષણ સ્થળની નજીક ભૂકંપીય ડેટા ઉપલબ્ધ નથી. તેને લીધે ત્યાં થતા પરમાણુ વિસ્ફોટો અને તેની ભયજનકતાને લઈ કંઈ પણ સ્પષ્ટ થતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.