સોના-ચાંદીના ભાવે રોકાણકારોને દઝાડ્યા, એક તોલાનો ભાવ આટલો અમદાવાદ અને રાજકોટ શહેરમાં સોના ચાંદીના ભાવમાં સતત

અમદાવાદ અને રાજકોટ શહેરમાં સોના ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે સોનાના ભાવ 66 હજાર રૂપિાયાને પાર થઈ ગયો હતો. સતત વધી રહેલા ભાવના કારણે રોકાણકારો મુંઝવણમાં મુકાયા છે.

રાજકોટ: અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. રાજકોટ અને અમદાવાદમાં આજે સોનાના ભાવ 66 હજારને પાર પહોંચી ગયા છે. બીજી બાજૂ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેથી તમે પણ જો સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો જાણી લો કે આજનો લેટેસ્ટ ભાવ શું છે.

રાજકોટમાં ચાલી રહેલા સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો સોનાના ભાવ અત્યારે 66 હજાર 60 ચાલી રહ્યાં છે. ગઈ કાલ કરતા આજે માર્કેટ ખુલ્યો ત્યારે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ગઈકાલે માર્કેટ બંધ થયું ત્યારે સોનાના ભાવમાં 450 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો ચાંદીનો ભાવ અત્યારે 75 હજાર 380 પર પહોંચ્યો છે. ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે ચાંદીના ભાવમાં 1420 રૂપિયાનો વધારો નોંધાયો હતો.સોના અને ચાંદીના ભાવમાં વધારો થતાં રોકાણકારો મુંઝવણમાં મુકાયા છે.

રાજકોટ કરતા અમદાવાદમાં સોનાના ભાવ વધારે જોવા મળી રહ્યાં છે.આજના ભાવ વિશે વાત કરીએ તો આજે અમદાવાદમાં સોનાના ભાવ 65 હજાર 840 રૂપિયા નોંધાયો હતો.જ્યારે ચાંદીના ભાવ પર નજર કરીએ તો ચાંદીનો ભાવ 75 હજાર 200 રૂપિયા નોંધાયો હતો.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે.જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.