Body Pain: શરીરમાં સતત રહેતો હોય દુખાવો તો આ ત્રણ આયુર્વેદિક નુસખાથી તુરંત મળશે આરામ

Home remedy for body pain: આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટે દોડે છે. ઓફિસનું કામ ઘરની જવાબદારીઓ અને ક્યારેય ન પૂરી થતી સમસ્યા વચ્ચે લાઈફને બેલેન્સ કરવામાં જીવન પસાર થાય છે. આ બધી જ વસ્તુઓને બેલેન્સ કરવાની પાછળ લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જેના કારણે જ નાની ઉંમરમાં શરીરમાં કેટલીક બીમારીઓ ઘર કરી જાય છે. જેમાં સૌથી સામાન્ય છે શરીરના દુખાવા. ઘણા લોકોને હાથ પગમાં દુખાવો રહેતો હોય છે તો ઘણાને કમરમાં દુખાવો, કેટલાક લોકો ઘૂંટણની સમસ્યાથી પરેશાન હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે શરીરના આ પ્રકારના દુખાવાનો કાયમી ઈલાજ આયુર્વેદમાં છે ? આયુર્વેદમાં આ સમસ્યાઓ થવાના કારણ અને તેના નિવારણ બંને વિશે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ અનુસાર શરીરમાં રહેતા અલગ અલગ પ્રકારના દુખાવા વાત દોષના કારણે હોય છે. આ પ્રકારની સમસ્યાને દૂર કરવી હોય તો ત્રણ સરળ ઉપાય કરી શકાય છે. આ ત્રણ આયુર્વેદિક નુસખા શરીરના દુખાવાને કાયમ માટે દૂર કરી શકે છે.

શરીરના દુખાવા દૂર કરતા ઉપાય

 

1. આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે જો શરીરમાં દુખાવાની સમસ્યા હોય તો કાચી વસ્તુઓ અને સૂકું ભોજન ખાવાનું ટાળવું જોઈએ. કાચી વસ્તુઓના પાચનમાં પાચનતંત્રને વધારે મહેનત કરવી પડે છે. સાથે જ શરીરમાં ડ્રાઈનેસ પણ વધે છે. શરીરમાં ડ્રાઇનેસ વધી જવાથી શરીરમાં દુખાવાને લઈને સેન્સિટીવીટી વધી જાય છે. તેથી આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે કાચી વસ્તુઓ ખાવાને બદલે ગરમ પકાવેલી અને તરલ પદાર્થ વાળી વસ્તુઓ ખાવી જોઈએ. સૂકું અને કાચું ભોજન ખાવાથી શરીરમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. દાખલા

દાખલા તરીકે જો તમે દિવસ દરમિયાન એક વાટકી દલીયા ખાવ છો તો તેનાથી શરીરના દુખાવાને દૂર કરવામાં મદદ મળશે

 

2. લીંબુ, ટામેટા, આમલી, વિનેગર, સંતરા જેવી ખાટી વસ્તુઓ પણ દુખાવા પ્રત્યેની સેન્સિટીવીટી વધારી શકે છે. તેથી શરીરમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે શક્ય હોય ત્યાં સુધી ખાટા પદાર્થોનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાટા પદાર્થો શરીરની નર્વસ સિસ્ટમને વધારે સેન્સિટીવ બનાવી દે છે જેના કારણે દુખાવા પણ વધે છે.

 

3. શરીરના સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરવી હોય તો જરૂર અનુસાર નાળિયેરનું તેલ, ઓલિવ હોય તો જરૂર અનુસાર નાળિયેરનું તેલ, ઓલિવ ઓઇલ કે પછી બદામનું તેલ લઈ તેમાં લસણની થોડી કડી ઉમેરી બરાબર ઉકાળી લેવું. હવે આ તેલને ઠંડુ કરી બોટલમાં ભરી લેવું. નિયમિત રીતે આ તેલથી સાંધા પર માલિશ કરી 20 મિનિટ માટે તડકામાં બેસવું. આ કામ નિયમિત કરી લેવાથી સાંધાના દુખાવા મટે છે અને મસલ્સ તેમજ નસ મજબૂત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.