શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ઈસ્ટરમાં ચર્ચ પર થયેલા હુમલા પછી આ દેશની સૌથી મોટી ચૂંટણી છે. કડક સુરક્ષા રાખવામાં આવી હોવા છતા તિંતરીમાલેમાં શનિવારે સવારે અમુક અજાણ્યા શખ્સોએ મુસ્લિમોથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જોકે તેમાં કોઈ જાનહાની થઈ નથી.
પોલીસનું કહેવું છે કે, હુમલાખોરોએ આ કાવતરુ પહેલાં જ પ્લાન કરી દીધું હતું. હુમલાખોરએ બસના ગ્રૂપને રોકવા માટે પહેલેથી જ રસ્તા પર ટાયર સળગાવીને નાખ્યા હતા. ત્યારપછી જ્યારે બસ તે રસ્તા પરથી પસાર થઈ ત્યારે હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અમુક લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો.
દેશમાં ઈસ્ટર હુમલા પછી પહેલી ચૂંટણી હોવાના કારણે કડક સુરક્ષા રાખવામાં આવી છે. મતદાન કેન્દ્રો પર વધારે કર્મચારીઓને નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 60 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. 50 ટકા વોટ મેળવનાર ઉમેદવાર રાષ્ટ્રપતિ બનશે. બેલેટ પત્રના આધારે મતદારોને ત્રણ ઉમેદવારો પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જો કોઈ પણ ઉમેદવાર 50 ટકા વોટ નહીં મેળવી શકે તો પ્રાથમિકતાના આધાર પર મળેલા વોટથી વિજેતાનો નિર્ણય લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.