મહારાષ્ટ્રમાં અત્યારના સંજોગોને જોતા તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બને તેમ લાગી રહ્યુ છે.
જોકે ભાજપ પણ પોતાને રેસમાં દાવેદાર ગણાવે છે.શનિવારે ભાજપના મુબંઈ કાર્યાલયમાં થયેલી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે કહ્યુ હતુ કે, ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સારી એવી સંખ્યામાં બેઠકો જીતી છે.જે ભવિષ્ય માટે બહુ સારા સંકેતો છે.નેતાઓ લોકોની સમસ્યા જાણવા માટે લોકની વચ્ચે જઈ રહ્યા છે.આવનારા દિવસોમાં અમે વધારે શક્તિશાળી બનીને ચૂંટણી લડીશું.
દરમિયાન ફડનવીસે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં ભાજપ જ સરકાર બનાવશે.ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ ભાજપે નિવેદન આપ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈ સરકાર બની શકે તેમ નથી.
ભાજપનુ આ વલણ આશ્ચર્ય ઉપજાવે તેવુ એટલા માટે છે કે, એનસીપી, શિવસેના અને કોંગ્રેસની સરકાર બનાવવાની કવાયત આખરી તબક્કામાં છે.ત્રણે પાર્ટીઓએ કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર કરી નાંખ્યો છે ત્યારે ભાજપ કોના ટેકાથી સરકાર બનાવી શકે છે તે એક સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.