અમદાવાદમાં આવેલી શાકભાજી માર્કેટમાં તમામ શાકભાજીઓના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
અમદાવાદ: માર્ચની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે. જેમ જેમ વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો-ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી.
યાર્ડમાં આદુ અને ચોળીના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. સાથે-સાથે વાલોર, ગુવાર વગેરેના ભાવમાં વધારો નોંધાયો છે. જ્યારે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આમ એક અઠવાડિયા પહેલાના અને હાલના શાકભાજીના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો-ઘટાડો જોવા મળ્યો છે. હજી જેમ જેમ ઉનાળાની ગરમી વધતી જશે તેમ તેમ માર્કેટમાં અન્ય શાકભાજીના ભાવ વધવાની શક્યતા છે.
જો અમદાવાદના એપીએમસી માર્કેટમાં આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, આદુ 120 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 55 રૂપિયા પ્રતિ કિલો, મરચા 60 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 90 રૂપિયા પ્રતિ કિલો, તુવેર 55 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 90 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે. જ્યારે વટાણા, ભીંડા અને કરેલા 50 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.
અઠવાડિયા પહેલા શાકભાજીના ભાવની વાત કરીએ તો ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, આદુ 115 રૂપિયા પ્રતિ કિલો, મરચા 70 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 130 રૂપિયા પ્રતિ કિલોમાં મળશે.
તુવેર 60 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 85 રૂપિયા પ્રતિ કિલો, ભીંડા 50 રૂપિયા પ્રતિ કિલો અને કરેલા 65 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. જ્યારે વટાણા 45 રૂપિયા પ્રતિ કિલો અને વાલોર 45 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.