રાજકોટ: નપુસંક પતિએ પત્નીને કહ્યુ, ‘મારો ભાઈ-પિતા તને શરીર સુખ આપી દેશે’

Rajkot News: પતિએ પત્નીને કહ્યું કે, ‘મારે લગ્ન જ કરવાના નહોતા. હું નપુસંક છું. હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી. તેમજ જો તું આ વાત કોઈને કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ.’

રાજકોટ: શહેર ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ખાતે સાસરીયે રહેતી 25 વર્ષીય પરણીતા કામિની ( નામ બદલાવેલ છે ) દ્વારા પોતાના પતિ, સસરા, સાસુ અને વિરુદ્ધ આઇપીસી 498 (A), 406, 420, 114 મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. તેના પતિએ પોતે નપુસંક હોય તે વાત છુપાવી હતી. તો સાથે જ લગ્નજીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી નાની-નાની વાતોમાં ઝઘડાઓ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.