સાવધાન! વિશ્વમાં આ દિવસે થાય છે સૌથી વધુ લોકોના મોત…અભ્યાસમાં ખુલ્યું ‘રહસ્ય’

રહસ્યથી ભરેલી આ દુનિયામાં અનેક સવાલોના જવાબો આપણે જાણી શકતા નથી. પરંતુ એક રિસર્ચમાં મોટો ખુલાસો થયો છે કે, ત્યા દિવસે સૌથી વધુ લોકોના મોત થયા છે અને કયા દિવસે સૌથી ઓછા લોકોના મોત થાય છે. જાણો રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

આ દુનિયા વિવિધ રહસ્યોથી ભરેલી છે. જો કે, જીવનનું સૌથી મોટું રહસ્ય ‘મૃત્યુ’ છે, જેના વિશે કોઈ જાણતું નથી. આપણે ખબર છે કે, મૃત્યુનો સમય નિશ્ચિત નથી. કોણ કયા દિવસે મૃત્યુ પામશે તેની આગાહી કોઈ કરી શકતું નથી. જોકે, લોકો ઘણીવાર મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો જાણવા માટે ઉત્સુક હોય છે. શું તમે જાણો છો કે, કયા દિવસે મોટાભાગના લોકો દુનિયાને અલવિદા કહે છે અથવા કયા દિવસે લોકોનું મૃત્યુ સૌથી સામાન્ય છે? જો તમને આ સવાલનો જવાબ નથી ખબર તો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું

બ્રિટનમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સૌથી વધુ મૃત્યુ કયા દિવસે થાય છે. આફ્ટર લાઇફ સર્વિસ સાઇટ ‘બિયોન્ડ’ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, બ્રિટનમાં મૃત્યુનો સૌથી સામાન્ય દિવસ 6 જાન્યુઆરી છે. આ અભ્યાસ મુજબ, તે સૌથી મોટું રહસ્ય છે કે, ક્રિસમસ પછીનો સમય મૃત્યુની દ્રષ્ટિએ સૌથી ખતરનાક હોય છે.

અભ્યાસ મુજબ 2005થી બ્રિટનમાં દરરોજ 1387 લોકોના મોત થયા છે. જો કે, અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે 6 જાન્યુઆરીએ મૃત્યુઆંક વધીને 1732 થયો હતો. બ્રિટનમાં સૌથી ખતરનાક દિવસો 30 ડિસેમ્બરથી 9 જાન્યુઆરીની વચ્ચે છે. મૃત્યુના દૃષ્ટિકોણથી 11 દિવસનો આ અંતરાલ જોખમી માનવામાં આવે છે.

અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નવા વર્ષનો ત્રીજો દિવસ સૌથી ખતરનાક દિવસ છે. જ્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યા આ બાબતમાં પાંચમાં નંબરે છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુ માટે તીવ્ર ઠંડી જવાબદાર છે. આના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે લોકો સરળતાથી રોગોના સંપર્કમાં આવે છે.

ડિસેમ્બર તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઉત્તરીય ગોળાર્ધમાં ઈન્ફલ્યુએન્ઝા રોગના કારણે મૃત્યુમાં વધારો જોવા મળે છે, જે શિયાળાની ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે. અહીં રસપ્રદ વાત એ છે કે, બ્રિટનમાં સૌથી ઓછા મૃત્યુ 30 જુલાઈએ થાય છે. કારણ કે પછી હવામાન ગરમ બને છે. કેટલાક સંશોધકો માને છે કે, ઉનાળામાં મૃત્યુઆંક શિયાળા કરતાં વધુ હોય છે. આનો અર્થ એ છે કે, ઉનાળો શિયાળા કરતાં વધુ જોખમી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.