દરેક રાજ્યમાં હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં છે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં વિવિધ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. ખેડબ્રહ્મા તાલુકાનાં ગુંદેલ ગામમાં હોળીનાં અગ્નિ પર ચાલવાની પરંપરા છે.
મહેસાણા: ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં હોળી, ધુળેટી તહેવારનો ખૂબ જ માહોલ જોવા મળે છે. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. ગુજરાતમાં હોળી અને ધુળેટીને લઇને અનેક પરંપરાઓ છે. આ પરંપરાઓ વર્ષોથી ચાલતી આવે છે. ગુંદેલ ગામમાં હોળીનાં અગ્નિમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે.
ખેડબ્રહ્માના વિમલભાઈ પટેલે જણાવ્યું કે ,દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર આસ્થાભેર ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે મોટી સંખ્યામાં લોકો આ તહેવારમાં હોળી સ્થળ પર આવે છે અને પરંપરાગત રીતે ઉજવણી કરે છે. અંગારા પર ચાલીને હોળીની ઉજવણી કરવામાં આવે છે.ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા પછી લોકો અગ્નિમાં ખુલ્લા પગે ચાલે છે. જે વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. તેમજ બાળક બીમાર ન પડે તે માટે જન્મેલ બાળકને આ હોળીની પ્રદીક્ષણા કરવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી હોળીની અગ્નિ થોડી ઓછી થાય તે બાદ લોકો હોળીમાં ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કરે છે. ચાલનારી વ્યક્તિ જરાય દાજતી નથી કે ફોલ્લા પણ પડતા નથી. સમસ્ત ગામના લોકો ભેગા થાય તે પછી હોળી પ્રગટાવવામાં આવે છે. દૂર લોકો હોળીના દર્શન કરવામાં માટે આવે છે.
મોટી સંખ્યામાં લોકો અંગારા ઉપરથી ચાલતા હોય ત્યારે આજુબાજુના સ્થાનિક લોકો જોવા પણ આવે છે અને એક અનોખો માહોલ રાત્રિના સમયે જોવા મળે છે. સાથે જ પરંપરાગત દાળિયા, ખજૂર તેમજ અન્ય વાનગીઓ લઈને લોકો હોળી પર આવે છે અને હોલિકાને અર્પણ કરે છે અને હોલિકાના પ્રસાદ સ્વરૂપે દરેક લોકોને વેચવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.