છેલ્લા કેટલાક દિવસોમાં ખેતરમાં પડી જવાથી કે પછી સિંહોના વસવાટવાળા વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેન નીચે સિંહ અથવા સિંહબાળના મોતની ઘટનાઓ સામે આવેલી છે, ત્યારે આવી ઘટનાઓને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો લેવામાં આવી છે.
ભારતમાં માત્ર ગુજરાતમાં સિંહો આવેલા છે.ગુજરાતમાં આવેલા એશિયાટિક સિંહોની દેખરેખ, સુરક્ષા કેવીરીતે કરવામાં આવે છે તે મામલે ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે રેલવે વિભાગ સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ખેતરમાં પડી જવાથી કે પછી સિંહોના વસવાટવાળા વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેન નીચે સિંહ અથવા સિંહબાળના મોતની ઘટનાઓ સામે આવેલી છે, ત્યારે આવી ઘટનાઓને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો લેવામાં આવી છે.સિંહોના સંવર્ધન માટે તેમજ કાળજી માટે ગુજરાત સરકાર અને રેલવે વિભાગ દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવી
રહ્યા છે, તે અંગેના સવાલ પુછવામાં આવ્યા છે.
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રેલવે વિભાગનું નેટવર્ક મોટુ કરવા માટે કામગીરી ચાલી રહી છે. આ સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રેલવે વિભાગને સવાલ કરવામાં આવ્યો છે કે ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનના ગતિ નિયંત્રણ માટે આ વિસ્તારમાં શું સુવિધા કરવામાં આવી છે.તેમજ ટ્રેનના કારણે સિંહોના મોત ન થાય તે માટે કયા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે, સાથે જ ફેન્સિંગ માટે શું કામગીરી કરવામાં આવી રહી છે ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.