દરેક જણને કેળા ખાવા ગમે છે. જોકે સફેદ કેળા તો દરેક જણે જોયા હશે અને ખાધા પણ હશે. પરંતુ વાદળી રંગના કેળા વિશે બહું ઓછા લોકો જાણે છે. આજે અમે વાદળી રંગના કેળાની ખેતી કરતા ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
પૂણે: કેળા દરેક ઋતુમાં મળી આવે છે. ઘણા લોકોને કેળા ખાવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારેય વાદળી કેળા વિશે સાંભળ્યું છે? બ્લુ જાવા એટલે કે વાદળી રંગનું કેળું હવે પુણેના બજારમાં આવી ગયું છે.
હવાઇ ટાપુઓમાં લોકપ્રિય એવા આ વાદળી કેળામાં વેનીલા આઈસ્ક્રીમનો સ્વાદ આવે છે. આ કેળું હાલમાં પુણેની ગુલટેકડી ભાજી બજારમાં જોવા મળી રહ્યું છે. સોલાપુરના એક પિતા અને પુત્રએ વાદળી કેળાની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે.
સોલાપુર જિલ્લાના કરમાલા તાલુકાના વાશિમ્બે ગામના ખેડૂત રાજાભાઈ પાટીલ અને તેમના પુત્ર અભિજીત પાટીલ અમેરિકાના ફ્લોરિડાથી બ્લુ કેળાની જાત લાવ્યા હતા. આ કેળાની જાતને ખેતરમાં વાવીને તેમણે આ અનોખો પ્રયોગ કર્યો છે. તેણે આ કેળા બે એકર વિસ્તારમાં ઉગાડ્યા છે. હાલમાં પુણેના ગુલટેકડી માર્કેટમાં આ કેળાની બજાર કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો છે.
બ્લુ જાવા કેળામાં ક્રીમી ટેક્સચર હોય છે. કેળાનો સ્વાદ વેનીલા આઈસ્ક્રીમ જેવો હોય છે. કેળાની આ જાતનું અમેરિકા, વિયેતનામ, ફિલિપાઈન્સમાં વ્યાપકપણે ઉત્પાદન થાય છે. ભારતીય ચલણ પ્રમાણે અમેરિકામાં આ કેળાની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલો છે. સોલાપુરના પ્રગતિશીલ ખેડૂત અભિજિત પાટીલે જણાવ્યું હતું કે, પુણે અને મુંબઈ સહિત મોટા શહેરોની જાણીતી કંપનીઓના મોલમાં ચોક્કસપણે આવી ઊંચી કિંમતવાળી જાતોની માંગ હશે.
આ વાદળી કેળાનું ઉત્પાદન સોલાપુર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાજાભાઈ પાટીલે કર્યું છે. તેઓ કુલ બે એકરમાંથી 50 ટન ઉત્પાદનની અપેક્ષા રાખે છે. ગુલટેકડી સ્થિત ભાજી મંડીના કેળાના વેપારી અનિકેત વાયકરે જણાવ્યું હતું કે, આ કેળામાંથી અનેક પ્રકારની મીઠાઈઓ અને સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકો છો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.