કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની કમાન આગામી વર્ષે જાન્યુઆરી સુધી સંપૂર્ણ રીતે જે.પી નડ્ડાનાં હાથમાં આવવાનું હવે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. એવી આશા છે કે ભાજપનાં સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નડ્ડાને પૂર્ણ રૂપથી આ જવાબદારી સોંપવામાં આવશે. હાલમાં તેઓ ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ છે.
મંડળ, જિલ્લા અને રાજ્યોનાં અધ્યક્ષોની ચૂંટણી બાદ યોજાશે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી
રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયામાં અંદાજે લાગશે એક મહીનો
ભાજપનાં સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયામાં બૂથ સ્તરની ચૂંટણી 11 સપ્ટેમ્બરથી જ શરૂ થઇ ગઇ છે. મંડળ, જિલ્લા અને રાજ્યોનાં અધ્યક્ષોની ચૂંટણી 15 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયામાં અંદાજે એક મહીનાનો સમય લાગશે. એવામાં પાર્ટી અધ્યક્ષનાં નામ પર જાન્યુઆરી સુધીની મહોર લાગી જશે.
ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારી રાધા મોહનસિંહે ‘ભાષા’ને જણાવી, પાર્ટીનાં સંગઠનાત્મક ચૂંટણી અંતર્ગત બૂથ સ્તરની ચૂંટણી 11 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ ગઇ છે અને જે 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ થશે. તેમણે જણાવ્યું કે, ત્યાર બાદ 11-31 ઓક્ટોમ્બર સુધીનાં મંડળ સ્તરની ચૂંટણી હશે. 11-30 નવેમ્બર સુધી જિલ્લા સ્તરની ચૂંટણી અને 1-15 ડિસેમ્બર સુધી રાજ્ય સ્તરની ચૂંટણી થશે. સિંહે જણાવ્યું કે, ’15 ડિસેમ્બર બાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે રાજ્યોનાં અધ્યક્ષો અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓની પસંદગી થઇ જશે. ત્યાર બાદ જ મતદાતા યાદી તૈયાર થશે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.