ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી, એડમીશન લેતા પહેલા જુઓ યાદી

ગુજરાતની ઘણી આયુર્વેદ કોલેજોના જોડાણો રદ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ કોલેજોમાં લેબ સહિત ઘણી આવશ્યક સુવિધાઓનો અભાવ છે. રદ કરાયેલી કોલેજોમાં એક સરકારી કોલેજનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ઘણી આયુર્વેદિક કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં લીધા છે. યુનિવર્સિટીએ આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહિસાગર, આણંદ અને ગોધરા જિલ્લામાં આવેલી 6 આયુર્વેદ કોલેજોનું જોડાણ રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદની એક સરકારી કોલેજનો સમાવેશ થાય

સામાન્ય રીતે સરકારી કોલેજોમાં આવી કડક કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજમાં ઓપીડી અને આઈપીડી ત્રણ અલગ-અલગ જગ્યાઓ હોવાથી જોડાણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અખંડાનંદ આયુર્વેદ કોલેજ સિવાય બાકીની પાંચ સેલ્ફ ફાયનાન્સ કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું છે.

જે કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું છે તેમાં સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ, શ્રી બાલા હનુમાન આયુર્વેદ કોલેજ, ગાંધીનગર, અનન્યા કોલેજ ઓફ આયુર્વેદ, કલોલ, ધન્વન્તરી આયુર્વેદ કોલેજ – હોસ્પિટલ, મહિસાગર, ભાર્ગવ આયુર્વેદ કોલેજ, આણંદ, જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ ગોધરાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 29 આયુર્વેદ કોલેજો કાર્યરત છે, જેમાં 2400 બેઠકો ઉપલબ્ધ છે. પરંતુ 6 આયુર્વેદ કોલેજોનું જોડાણ રદ કર્યા બાદ હવે ભવિષ્યમાં રાજ્યની માત્ર 23 આયુર્વેદ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. 6 આયુર્વેદ કોલેજોનું જોડાણ રદ થવાને કારણે રાજ્યમાં આયુર્વેદ ક્ષેત્રની 330 બેઠકો ઘટી છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો.મુકુલ પટેલે જણાવ્યું હતું કે પ્રોફેસરો અને લેબ સહિતની જરૂરી સુવિધાના અભાવે કોલેજો સામે કાર્યવાહી કરવી પડી હતી. દર વર્ષે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. નિરીક્ષણ, સુનાવણી, એકેડેમિક કમિટી અને બોર્ડ ઓફ ગવર્નન્સ આ બાબતોમાં નિર્ણય લે છે. ટીચિંગ સ્ટાફ અને હોસ્પિટલોની ગુણવત્તા સુધારવા માટે પગલાં લેવા પડશે, જેના કારણે કોલેજોમાં ટૂંક સમયમાં સુધારો જોવા મળી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.