Giloy: આ વસ્તુ છે ચમત્કારી, મૂળથી લઈને પાન સુધી બધામાં છે ઔષધીય ગુણ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Giloy Benefits: કોરોના મહામારી દરમિયાન પણ ગિલોયનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. ગિલોયનો ઉપયોગ કરવાથી તાવ, કમળો, ડેન્ગ્યુ, અસ્થમા, લીવર, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યામાં પણ ફાયદો થાય છે.

Giloy Benefits: કોરોના કાળથી જ ગિલોયના મહત્વને લોકો સમજતા થયા છે. ગિલોય ઔષધીઓમાં સૌથી ઉત્તમ ઔષધી છે. ગિલોય એવી ઔષધી છે જેના ફૂલથી લઈને મૂળ સુધી બધું જ ફાયદાકારક છે. આ છોડમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે જે શરીરની ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગિલોયમાં એન્ટી કેન્સર અને એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. તેનો ઉપયોગ કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે ગિલોયનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટે છે.

કોરોના મહામારી દરમિયાન પણ ગિલોયનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. ગિલોયનો ઉપયોગ કરવાથી તાવ, કમળો, ડેન્ગ્યુ, અસ્થમા, લીવર, ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યામાં પણ ફાયદો થાય છે. આયુર્વેદ નિષ્ણાતોનું તો એવું પણ કહેવું છે કે ગિલોય એક વસ્તુ એવી છે જે 12થી વધુ બીમારીઓની દવા છે

 

ગિલોયનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. ગિલોયનો રસ પણ પી શકાય છે અને તેનું ચૂર્ણ પણ ખાઈ શકાય છે. બજારમાં ગિલોયની ટેબલેટ પણ સરળતાથી ઉપલબ્ધ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી કોઈપણ વ્યક્તિ ગીલોયનો ઉપયોગ શરૂ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.