CBSE BOARD: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા કરવામાં આવ્યો છે નિયમોમાં ફેરફાર. વિવિધ ધોરણોના અભ્યાસ ક્રમોમાં કરવામાં આવ્યો છે ધરધૂળથી ફેરફાર. જો તમારા બાળકો પણ CBSE માં ભણતા હોય તો જાણી લેજો આ વિગતો…
CBSE BORAD: શું તમારા બાળકો પણ સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરે છે? તો વિદ્યાર્થીઓની સાથો સાથ વાલીઓએ આ સમાચાર જાણી લેવા જોઈએ. બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે મોટો ફેરફાર. નવા શૈક્ષણિક વર્ષથી નવા પાઠયપુસ્તકો! જી હાં બદલાઈ જશે સીબીએસઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચોપડીઓ. નવા વર્ષથી સિલેબલ્સમાં કરવામાં આવ્યો છે ધરખમ ફેરફાર. CBSEમાં ધોરણ ત્રણથી છ માટે પહેલી એપ્રિલથી નવો અભ્યાસક્રમ અમલી કરવામાં આવશે.
સીબીએસઈએ કરી મોટી સ્પષ્ટતાઃ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ત્રણથી છ ધોરણ માટે નવો અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષથી જારી કરશે. બીજા ધોરણોના અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો નહીં બદલાય. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે, એમ સીબીએસઇએ તેની સ્કૂલોને પણ જણાવી દીધું છે. અન્ય ધોરણોનો સિલેબસ અને પાઠ્યપુસ્તક નહીં બદલાય. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે, એમ સીબીએસઈએ જણાવ્યું હતું.
એનસીઇઆરટીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ને ત્રણથી છ ધોરણના નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો અંગે જણાવી દેવાયું છે. તેને ટૂંક સમયમાં જારી કરાશે. સીબીએસઇએ તેની સ્કૂલોને પણ જણાવી દીધું છે. સીબીએસઈના એકેડેમિક ડિરેક્ટર જોસેફ ઈમેન્યુઅલે જણાવ્યું હતું કે તેના પરિણામે સ્કૂલોને સલાહ આપવામાં આવી છે કે તેણે ત્રણથી છ ધોરણ માટે નવા અભ્યાસક્રમ મુજબ એનસીઈઆરટીએ દ્વારા પ્રકાશિત પુસ્તકોને અનુસરે.
ધોરણ-6 માટે કરવામાં આવી છે ખાસ જાહેરાતઃ
એનસીઈઆરટી દ્વારા ક્લાસ છ માટે બ્રિજ સોર્સ અને ક્લાસ ત્રણ માટે વિકસાવવામાં આવેલી ગાઇડલાઇન્સને અનુસરે જેથી વિદ્યાર્થીઓ જૂનાથી નવા અભ્યાસક્રમમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકે. નવા અભ્યાસક્રમ સાથે જોડાઈ શકે તેવી ઘણી પદ્ધતિઓ ૨૦૨૩ દરમિયાન વિકસાવવામાં આવી છે. એનસીઈઆરટી પાસેથી ગાઈડલાઈન્સ મળ્યા પછી બધી સ્કૂલોમાં તેને પ્રસારિત કરી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.