1 ડીસેમ્બર 2019થી નેશનલ હાઈ-વે પરથી પસાર થતા વાહનોને ફાસ્ટેગ લગાવવું ફરજીયાત બનશે. ફાસ્ટેગ ટેકનીકનો ઉપયોગ દેશના તમામ ટોલ પ્લાઝા પર કરવામાં આવશે. ફાસ્ટેગ વાહનમાં લગાવવાથી ફાયદો એ થશે કે, વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર લાંબી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. ફાસ્ટેગ સીસ્ટમથી વાહન ચાલકના વોલેટમાંથી પૈસા કપાઈ જતા હોવાના કારણે તેને છુટ્ટાની માથાકૂટ રહેશે નહીં. ટોલ પ્લાઝા પર વાહનોની લાઈન નહીં હોવાના કારણે પ્રદુષણમાં પણ ઘટાડો થશે અને સમયમાં બચત થશે. ફાસ્ટેગ સીસ્ટમના ઉપયોગ પર વાહન ચાલકને કેસ બેક ઓફર મળવાની સાથે સાથે ટોલ પ્લાઝા પર કાગળનો ઉપયોગ પણ ઓછો થશે.
ફાસ્ટેગની ખરીદીની વાત કરવામાં આવે તો કાર કે, અન્ય વાહન ખરીદતા સમયે તેઓ શો-રૂમમાંથી પણ આ સીસ્ટમ વસાવી શકે છે અને જૂના વાહન ધરાવતા લોકો નેશનલ હાઇ-વેના પોઇન્ટ ઑફ સેલથી પણ ફાસ્ટેગની ખરીદી કરી શકે છે. આં ઉપરાંત નેશનલ હાઈ-વે ઓથોરીટીની જેટલી પણ ખાનગી ક્ષેત્રની બેંકો છે તેમાંથી પણ વાહન ચાલક ફાસ્ટેગની ખરીદી કરી શકશે. આ બેંકોમાં સિન્ડિકેટ, AXIS, IDFC, HDFC, SBI, અને ICICIનો સમાવેશ થયા છે અને PAYTM પરથી પણ વાહન ચાલક ફાસ્ટેગની સરળતાથી ખરીદી શકશે. આ સીસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન પર કામ કરશે.
ફાસ્ટેગના ઉપયોગની વાત કરવામાં આવે તો ફાસ્ટેગનું કવર ઉતારીને તેને કારની વિન્ડસ્ક્રીન પર લગાવવાનું રહે છે. પછી યુજર્સ દ્વારા તેને પોતાના વોલેટ સાથે લીંક કરવાનો રહે છે, ત્યારબાદ યુજર્સ દ્વારા બેંકની સાઈટ પર જઈને ફાસ્ટેગને રીચાર્જ કરવાનું રહેશે.
ફાસ્ટેગ રીચાર્જ થયા પછી વાહન ફાસ્ટેગ લેનમાંથી પસાર થશે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટીક કપાઈ જશે. કારણે કે, જ્યારે તમે ફાસ્ટેગ વિન્ડસ્ક્રીન પર લગાવીને ફાસ્ટેગ લેનમાંથી પસાર થાવ છો ત્યારે ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા સેન્સર ફાસ્ટેગને સ્કેન કરીલે છે અને ટોલ ટેક્સની રકમ વોલેટમાંથી કપાઈ જાય છે. ટોલ ટેક્સ કપાયા પછી ફાસ્ટેગ યુજર્સને SMS દ્વારા જાણ પણ થાય છે. એક વાર ફાસ્ટેગ લીધા પછી પાંચ વર્ષ સુધી તે ચાલે છે, પણ તેને સમયસર રીચાર્જ કરાવવાનું રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.