સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઇ ગયું છે. સત્રની શરૂઆતમાં બંને ગૃહમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિપક્ષે કેટલાંય મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. એનડીએના સહયોગી રહી ચૂકેલા શિવસેનાએ સરકારને ખેડૂતોના મુદ્દા પર ઘેરી. તો કોંગ્રેસે પણ સરકાર પર પ્રહારો કર્યા છે. આ બધાની વચ્ચે અત્યારે પીએમઓમાંથી માહિતી આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં બપોરે 2 વાગ્યાની આસપાસ બોલશે. રાજ્યસભાના 250મા સત્રને લઇ ખાસ ચર્ચા થશે તેમ જણાવ્યું છે.નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં એનસીપી અને બીજેડીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે તેમના સાંસદ કયારેય વેલમાં આવતા નથી અને આવા નિયમ તેમણે ખુદ માટે બનાવ્યા છે.
અટલ બિહારી વાજપેયીજી એ 2003મા રાજ્યસભાના 200મા સત્ર દરમ્યાન કહ્યું હતું, કોઇએ પણ આપણા સેકન્ડ હાઉસને સેકન્ડરી હાઉસ બનાવાની કોશિષ કરવી જોઇએ નહીં.
ભારત વિવિધતાઓથી ભરેલી છે અને અમે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી ઓઝલ થવી જોઇએ. અમારા સંવિધાન નિર્માતાઓએ આપણા લોકોની જવાબદારી છે, અમારી પ્રાથમિકતા છે કલ્યાણકારી રાજ્ય પરંતુ તેની સાથે અમારી જવાબદારી છે રાજ્યોનું પણ કલ્યાણ. રાજ્ય અને કેન્દ્ર મળીને દેશને આગળ વધારી શકે છે- PM મોદી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.