ન્યૂયોર્ક ઓટો શો દરમિયાન EV9ને ‘વર્લ્ડ કાર ઓફ ધ યર’ અને ‘વર્લ્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ’ બંનેના ટાઇટલ મળ્યા છે. આ EV E-GMP પ્લેટફોર્મ પર આધારિત છે અને 4થી પેઢીની બેટરી ટેક્નોલોજી સાથે આવનાર પ્રથમ Kia કાર છે. કિયાએ વર્લ્ડ કાર એવોર્ડ પહેલા જ જીતનો દાવો કર્યો હતો. EV9ને તેની શરૂઆતથી ઘણા એવોર્ડ મળ્યા છે.
Kia EV9 એ 2024 વર્લ્ડ કાર એવોર્ડ્સમાં બેવડી જીત હાંસલ કરી છે. ન્યૂયોર્ક ઓટો શો દરમિયાન EV9ને ‘વર્લ્ડ કાર ઓફ ધ યર’ અને ‘વર્લ્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ’ બંનેના ટાઇટલ મળ્યા છે. Kia EV9 તેની અદભૂત ડિઝાઇન, મોટી 7-સીટર કેબિન, આકર્ષક કિંમતોને કારણે વર્લ્ડ કાર એવોર્ડ્સમાં પસંદ કરવામાં આવી હતી.
આ EV E-GMP પ્લેટફોર્મ પર આધારિત છે અને 4થી પેઢીની બેટરી ટેક્નોલોજી સાથે આવનાર પ્રથમ Kia કાર છે. કિયાએ વર્લ્ડ કાર એવોર્ડ પહેલા જ જીતનો દાવો કર્યો હતો. EV9ને તેની શરૂઆતથી ઘણા એવોર્ડ મળ્યા છે. તેમાં ગોલ્ડન સ્ટીયરિંગ વ્હીલ એવોર્ડ્સમાં ‘ફેમિલી કાર’, 2024 નોર્થ અમેરિકન યુટિલિટી વ્હીકલ ઓફ ધ યર અને 2023 ન્યૂઝવીક ઓટો એવોર્ડ્સમાં ‘બેસ્ટ’ પ્રીમિયમ એસયુવીનો સમાવેશ થાય છે.
EV9માં 99.8 kWhનો બેટરી પેક છે. રીઅર વ્હીલ ડ્રાઈવ સાથે, તેની મોટર 203 PS/ 350 Nmનું આઉટપુટ આપે છે અને તમામ વ્હીલ ડ્રાઈવ સાથે તે 383 PS/ 700 Nmનું આઉટપુટ આપે છે. આ કારની રેન્જ 562 કિલોમીટર છે. તેમાં 5.3-ઇંચ ડિસ્પ્લે સાથે 12.3-ઇંચની ટચસ્ક્રીન અને 14 સ્પીકર્સ સાથે મેરિડીયન સાઉન્ડ સિસ્ટમ છે. સુરક્ષાના સંદર્ભમાં આ કાર 9 એરબેગ્સ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, 360 ડિગ્રી કેમેરા, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સાથે આવે છે.
Kia EV9 આવનારા સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે, તેની એક્સ-શોરૂમ કિંમત 80 લાખ રૂપિયાથી શરૂ થવાની આશા છે. તે BMW iX અને Mercedes-Benz EQE જેવી ઇલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.
આ જ રીતે વોલ્વોની EX30 ઇલેક્ટ્રિક ક્રોસઓવરને 2024 વર્લ્ડ અર્બન કારનું ટાઇટલ આપવામાં આવ્યું છે. આ સાથે વર્લ્ડ કાર એવોર્ડ્સમાં આ બ્રાન્ડની બીજી જીત હતી. અગાઉ વર્ષ 2018માં Volvo XC60 એ એવોર્ડ જીત્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.