ઘરમાં રહેલી આ વસ્તુથી સફેદ કપડાં પર લાગેલા ડાઘ ચપટીઓમાં થશે દૂર, જાણો કેવી રીતે?

સફેદ કપડાં પર લાગેલા ડાઘને દૂર કરવા માટે અહી આપેલી ટિપ્સથી તમે ચપટી વગાડતા જ સફેદ કપડાં પર લાગેલા ડાઘને દૂર કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ડેસ્ક: ગરમી આવી છે એટલે દરેક વ્યક્તિને સફેદ કપડાં પહેરવા જ ગમશે. કારણ કે, સફેદ કપડામાં ગરમી ઓછી લાગે છે આ સાથે વ્યક્તિની પર્સનાલિટી અલગ જ રીતે ઉભરી આવે છે. પરંતુ સફેદ કપડામાં થોડો પણ ડાઘ લાગી જાય કે મેલાં થઈ જાય તો આખો મૂળ જ બગડી જાય છે. તેમજ ઘણી વખત સફેદ કપડાં સાથે કોઈ રંગીન કપડા ધોતી વખતે તેનો રંગ સફેદ કપડાને લાગી જાય છે. ત્યારે સફેદ કપડાં પર લાગેલા ડાઘને દૂર કરવા માટે અહીં અમે તમને ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ચપટી વગાડતા જ સફેદ કપડાં પર લાગેલા ડાઘને દૂર કરી શકો છો.

સફેદ કપડાં પરથી ડાઘ દૂર કરવાનો ઘરેલુ ઉપાય

સફેદ કપડાં પર લાગેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ એક પ્રાકૃતિક બ્લીચ છે, જે સફેદ કપડાં પર લાગેલા ડાઘને દૂર કરે છે.

આ રીતે લીંબુનો ઉપયોગ કરીને દૂર કરો લાગેલા ડાઘ

– સફેદ કપડા પર ડાઘ લાગ્યો હોય તે જગ્યા પર લીંબુનો તાજો રસ લગાવો.
– ત્યારબાદ કપડાને 15-20 મિનિટ માટે તડકામાં સૂકવવા મૂકી દો.
– હવે કપડાને સાદા પાણીથી ધોઈ લો. આમ કપડાં પરથી ડાઘ દૂર થઈ જશે.

લીંબુનો રસ અને બેકિંગ સોડા

– સફેદ કપડા પરથી ડાઘ દૂર કરવા માટે સૌપ્રથમ લીંબુનો રસ નીચોવો.
– હવે ડાઘવાળી જગ્યા પર થોડો બેકિંગ સોડા નાંખો.
– ત્યારબાદ કપડાને 15થી 20 મિનિટ સુધી તડકામાં સૂકાવવા દો.
– હવે આ કપડાંને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

લીંબુનો રસ અને પાણી

– સફેદ કપડા પર લાગેલા ડાઘ દૂર કરવા માટે તમે લીંબુનો રસ અને પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.
– આ માટે એક કપ પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો.

હવે આ મિશ્રણમાં સફેદ કપડાને 15-20 મિનિટ માટે પલાળી રાખો.
– ત્યારબાદ ડાઘવાળી જગ્યાને હળવા હાથે ઘસો.
– હવે કપડાને સાદા પાણીથી ધોઈ લો.

 

લીંબુથી કપડા ધોવાના ફાયદા

લીંબુનો ઉપયોગ કરીને તમે સફેદ કપડા પર લાગેલા ઘણા પ્રકારના ડાઘ દૂર કરી શકો છો. લીંબુ તમારા સફેદ કપડા પર લાગેલા ચા-કોફીના ડાઘ, ખાવાના ડાઘ, માટીના ડાઘ, પરસેવાના ડાઘથી છૂટકારો મેળવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.યાદ રાખો કે દરેક કપડાં પર લીંબુનો ઉપયોગ ન કરી શકાય. આ માટે પહેલાં તેને કપડાના નાના ભાગ પર ટેસ્ટ કરો અને પછી જ આખા કપડાને ધુઓ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.