Roti Upay: રોટલી ગણીને ક્યારેય ન બનાવવી, મહેનત કરીને મરી જાશો પણ બે છેડા ભેગા નહીં થાય, જાણો રોટલી સંબંધિત મહત્વના નિયમો

Roti Upay:આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ-સૌભાગ્યથી ભરપૂર રહે છે.

Roti Upay: હિન્દુ ધર્મમાં પણ રસોડાને ખૂબ જ પવિત્ર સ્થાન કહેવાયું છે. જ્યાં બનતી રોટલી વ્યક્તિના જીવનને સુખ સૌભાગ્યથી ભરી શકે છે.  સનાતન પરંપરામાં દૈનિક કાર્યો સંબંધિત કેટલાક નિયમો જણાવાયા છે. જેમાં ખાવા-પીવાથી લઈને જાગવાના અને સુવાના પણ કેટલાક નિયમો જણાવ્યા છે. આ નિયમોનું પાલન કરે તો વ્યક્તિ હંમેશા સુખી રહે છે. ખાસ તો ભોજન સંબંધિત કેટલાક નિયમો છે જેનું પાલન દરેકે કરવું જોઈએ. આજે તમને રોટલી સંબંધિત આવા જ કેટલાક નિયમો જણાવીએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. અને જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તેનું જીવન સુખ-સૌભાગ્યથી ભરપૂર રહે છે.

રોટલી સંબંધિત મહત્વના નિયમ

1. જે રીતે અગિયારસના દિવસે ચોખા ખાવાની મનાઈ હોય છે તે રીતે દિવાળી શરદ પૂનમ, શીતળા અષ્ટમી, નાગપંચમી અને કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે ઘરમાં રોટલી બનાવવાની પણ મનાઈ હોય છે. જો આ દિવસોમાં ઘરમાં રોટલી બને છે તો માં અન્નપૂર્ણા નારાજ થાય છે અને જીવનમાં ધન અને અન્નની તંગી સર્જાય છે.

2. હિન્દુ ધર્મ અનુસાર રસોડામાં બનેલી પહેલી રોટલી હંમેશા ગાયને ખવડાવી જોઈએ. જે ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે. જો ગાય ન મળે તો આ રોટલી કુતરાના ખવડાવી શકો છો.

3. ઘરમાં બનતી પહેલી રોટલી ગાયને ખવડાવી જોઈએ પરંતુ ગાયને ભુલથી પણ વાસી, એઠી કે ખરાબ થયેલી રોટલી ખવડાવવી નહીં. આમ કરવાથી પાપ પડે છે. ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે તેથી જો તમે ગાયને વાસી રોટલી ખવડાવો છો તો તમે પાપના ભાગીદાર બનો છો.

4. જે ગેસ પર તમે રોટલી બનાવતા હોય તે રસોડાના અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ. સાથે જ જ્યારે તમે રોટલી બનાવો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.

. ઘણી ગૃહિણીઓને આદત હોય છે કે તે રોટલી ગણીને બનાવે અથવા તો ઘરના સભ્યોને કેટલી રોટલી ખાશે તે પૂછીને બનાવે છે. હિન્દુ માન્યતા અનુસાર આમ કરવું અશુભ છે. રોટલીનો સંબંધ સૂર્ય સાથે હોય છે જ્યારે તમે ગણી ગણી અને રોટલી બનાવો છો તો સૂર્યનું અપમાન થાય છે. આમ કરવાથી જીવનમાં સૂર્ય ગ્રહ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.