ગુજરાતમાં પાટીલે પહેલીવાર કર્યો ખુલાસો કે કેમ કોંગ્રેસીઓ માટે પાથરી લાલજાજમ, મારે પણ નહોતા લેવા પણ….

Loksabha Election 2024: રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વાતચીતમાં જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા, ચારેક વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે. એટલે હવે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે.

Loksabha Election 2024: 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ત્રીજી વખત ભાજપને સત્તામાં આવતા રોકવા માટે રાહુલ ગાંધી પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. તેઓ પક્ષના નેતાઓને સતત ડરશો નહીં…લડવાનો મંત્ર આપી રહ્યા છે, પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં પણ દિગ્ગજો લડવા તૈયાર નથી. ગુજરાતમાં કોંગ્રેસમાં ફફટાટ વ્યાપ્યો હોય તેમ નેતાઓ પારોઠનાં પગલાં ભરી રહ્યાં છે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમના નેતાઓને ‘ડરશો નહીં લડો’ નો સંદેશ આપી રહ્યા છે.

ભાજપને આ વખતે છત આસાન લાગે છે છતાં કોંગ્રેસના નેતાઓનો ભરતી મેળો યોજ્યો જેનાથી ભાજપના જ નેતાઓ નારાજ થયા છે તે અંગે આજે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વાતચીતમાં જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા, ચારેક વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે

. એટલે હવે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે.

કેટલાં કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા? 
ગુજરાતમાં કોંગ્રેસના 60 હજાર કાર્યકરો ભાજપમાં ભળ્યાં છે જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ છે અને આનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે અને કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે. પરંતુ, આનાથી ભાજપની વિચારધારા,શિસ્ત, પક્ષના કાર્યકરોની નારાજગીના પ્રશ્નો સર્જાયા તે મુદ્દે તેમણે કહ્યું કે અમે કોંગ્રેસના નેતાઓના પ્રવેશથી પક્ષના સિનિયરોની અવગણના કરીશું નહીં અને દરેક પાસે શિસ્તની અપેક્ષા રખાશે.

ધારાસભ્યોએ લડવાની દેખાડી તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 182માંથી માત્ર 17 બેઠકો મળી હતી. ડિસેમ્બર 2022માં ચૂંટણી પરિણામો પછી પાર્ટીના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આમાં સૌથી મોખરે નામ અર્જુન મોઢવાડિયાનું છે. પાર્ટી સામે બાકીના 13 ધારાસભ્યોને બચાવવાનો પડકાર છે ત્યારે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી એક કે બે બેઠકો જીતવાનું દબાણ છે, પરંતુ આ પછી પણ કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા માંગતા નથી.

કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીને કેટલીક સીટો પર ઉમેદવારો મળી રહ્યા નથી. આણંદ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? તેનો હજુ નિર્ણય લેવાયો નથી. એક તરફ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચુકેલા નેતાઓ પીછેહઠ કરી રહ્યા છે તો બીજી તરફ ગેનીબેન અને અનંત પટેલ જેવા નેતાઓ મોટી લડાઈ લડવા મેદાને પડ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.