હિન્દી સિનેમાના જાણીતા એક્ટર જેણે પોતાના કરિયરમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. તેણે પોતાના કરિયરમાં ફક્ત તે જ કામ કર્યું જેણે લોકોના મનમાં ઊંડી છાપ છોડી. 70ના દાયકાનો આ એક્ટર તે સમયે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને પણ ટક્કર આપતો હતો
.
વર્ષ 1974માં બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર હીરો, જેણે ન ફક્ત ફિલ્મમાં કામ કર્યુ હતુ. પરંતુ આ ફિલ્મના ડિરેક્ટરની કમાન પણ આ એક્ટરે સંભાળી હતી. પોતાની કોમેડીથી ખૂબ હસાવનાર આ એક્ટરે પોતાની ફિલ્મથી લોકોને ખૂબ હસાવ્યા હતાં.
રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્નાને ટક્કર આપનાર તે એક્ટર કોઈ બીજુ નહીં પરંતુ તે સમયના જાણીતા એક્ટર મહેમૂદ હતાં. પોતાના કરિયરમાં તેઓએ ઘણાં પાત્ર ભજવ્યા છે, જેને લોકો આજે પણ નથી ભૂલી શક્યાં
એક્ટર અને કોમેડિયન મહેમૂદની એક્ટિંગ જોઈને મોટા-મોટા હીરો પણ પાણી ભરતા હતાં. કમાલની વાત એ છે કે તે સમયમાં તેઓ હીરોથી પણ વધારે ફી વસુલતા હતાં. તેઓએ પોતાના કરિયરમાં 300 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મો તે સમયે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી હતી.
મહેમૂદને તે સમયે કિંગ ઑફ કોમેડીનું ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમની એક્ટિંગ જોઈને મોટામાં મોટા હીરોને પોતાના સ્ટારડમનું જોખમ લાગતુ હતું. તે પોતાના સમયના એકલોતા સ્ટાર હતાં, જેની ફોટો ફિલ્મોના પોસ્ટરમાં હોતી. એક સફળ એક્ટર હોવાની સાથોસાથ તે એક સફળ ડિરેક્ટર પણ હતાં.
વર્ષ 1947માં તો મહેમૂદ એક એવી ફિલ્મ લઈને આવતા હતાં, જેને જોયા બાદ લોકો થિયેટરમાં જ રડવા લાગતા હતાં. આ બ્લોકબસ્ટર ફિલ્મે બોક્સ ઓફિસની કમાણીના મામલે તમામને હલાવીને મુકી દીધા હતાં. આ ફિલ્મ તેની અસલ જિંદગી પર આધારિત હતી. ફિલ્મમાં મહેમૂદ એક ગરીબ રિક્શાવાળાનું પાત્ર ભજવ્યુ હતું અને તેનો દીકરો પોલિયોથી પીડિત હતો. ફિલ્માં તેઓએ પોતાના 15 વર્ષના દીકરાની સારવાર માટે દિવસ-રાત એક કરી દીધા હતાં.
આ ફિલ્મમાં જે બાળકને મહેમૂદે દીકરાનું પાત્ર ભજવ્યું હતું તે તેમનો જ દીકરો હતો. અસલ જિંદગીમાં તેમનો એક દીકરો પોલિયોથી પીડિત હતો. મહેમૂદે દીકરાની ખૂબ સારવાર કરાવી પરંતુ તે ઠીક ન થઈ શક્યો. આ જ દુઃખને તેઓએ વર્ષ 1974માં પોતાની ફિલ્મ ‘કુંઆરા બાપ’ દ્વારા દર્શકોની સામે રજૂ કર્યું.
મહેમૂદની એક્ટિંગથી તે સમયના સુપરસ્ટારને પણ જોખણ હતું. કારણકે તે હંમેશા રિહર્સલપ વિના જ સેટ પર એક્ટિંગ કરવા લાગતા હતાં. સેટ પર તેમની ઑન ધ સ્પોટ એક્ટિંગ જોઈને દરેલ લોકો તેમના દીવાના થઈ જતા હતાં. પોતાના કરિયરમાં મહેમૂદે ઘણાં એવા રોલ ભજવ્યા હતાં, જેણે લોકોના દિલો પર ઉંડી છાપ છોડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.